મિથુન વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2017)

આ વર્ષમાં સાતમે શનિના ગોચરના કારણે ભાગીદારીમાં ધંધો હશે તો મતભેદ રહેશે. ધંધામાં ભાવનાઓથી અલગ રહીને નિર્ણય લેવો અન્યથા નિર્ણય ખોટો પડવાની સંભાવના છે. શનિની દસમી દૃષ્ટિ કર્મ સ્થાન પર રહેતા ધંધામાં ક્યારેક ભૂલચૂક થઇ શકે છે પરંતુ ગુરુની દૃષ્ટિ હોવાથી એ જ ભૂલમાંથી શીખીને પ્રેરણા લઇને તમે આગળ વધશો. કોઇ અનુભવી અને યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ આપને ઉન્નતિ આપશે. ગુરુની દૃષ્ટિના કારણે ધંધામાં સફળતા મળી શકે છે. 20-06-2017 થી 25-10-2017 સુધી શનિ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે, જે દરમિયાન નોકરીમાં બદલી થઈ શકે છે. નોકરીમાં તમને વધુ જવાબદારી સાથે પ્રમોશન પણ મળી શકે. રાહુ પરાક્રમ સ્થાનમાં રહેવાથી વિદેશ સંબંધી વ્યાપારથી ફાયદો થઇ શકે છે. સપ્ટેમ્બર મહિના પછી ગુરુનું ભ્રમણ નોકરીમાં નવી અને લાભદાયી તકોની શક્યતા વધારશે. જાન્યુઆરી થી મે સુધીમાં નોકરિયાનો થોડા વિઘ્નો સાથે આગળ વધવાનું રહેશે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મિથુન માસિક ફળકથન – Sep 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન