For Personal Problems! Talk To Astrologer

મિથુન વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષ પોતાની જાત માટે બહુ આશાસ્પદ ના ગણી શકાય કારણ કે તમે આર્થિક, કારકિર્દી, સંબંધો સહિત ઘણી બાબતોમાં ખોટી ભ્રમણાઓ, બિનજરૂરી વિચારોમાં ડુબેલા રહેવાથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ નહીં આવે. આથી શક્ય હોય એટલી વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી. કેટલીક વખત હાથમાં આવેલી તકો જતી રહે અથવા છનવાઇ જાય ત્યારે પોતાની જાત પર અથવા ભાગ્ય પર અફસોસ કરવાના બદલે નવા જુસ્સા, નવા આશાવાદ અને નવી વ્યૂહરચના સાથે આગળ વધવાની સલાહ છે. આમ કરવામાં તમને થોડી તકલીફ થશે પરંતુ તેનાથી તમારા જીવનમાં લાંબાગાળાનું સકારાત્મક પરિવર્તન આવશે જે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ટકવા માટે તમને સક્ષમ બનાવશે. આ વર્ષ પ્રોફેશનલ મોરચે ભાગીદારીના કાર્યોમાં ખાસ આશાસ્પદ નથી. તેમની સાથે સાથે કોઇપણ આર્થિક વ્યવહાર કરતી વખતે પણ સાચવજો. ટીમવર્કમાં તથા કાર્યો વિલંબમાં ચાલતા હશે અને હજુ પણ આ સ્થિતિમાં જ રહેશે. ઉત્તરાર્ધમાં તમારા કાર્યોમાં ગતિ પકડાશે. નવા કાર્યોની શરૂઆત કરવામાં સારા-નરસા પાસનો વિચાર કરવો. છેલ્લા બે મહિનામાં શક્ય હોય ત્યાં સુધી દેવું કે ઉધારી કરવાથી બચવું. કેટલાક અણધાર્યા ખર્ચ તમને ઉધારી કરવા અથવા દેવું લેવા માટે પ્રેરી શકે છે. કામકાજના સ્થળે અથવા સરકારી વિભાગોમાં શક્ય હોય ત્યાં સુધી અધિકારી વર્ગ અને વગદાર લોકો સાથે દલીલબાજી ટાળવી. કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. સંબંધોમાં અત્યારે ખાસ ચિંતા જેવું નથી. પરિવાર સાથેના સંબંધોમાં તમે વધુ નીકટતા અનુભવો. શક્ય હોય ત્યાં સુધી કોઇપણ વ્યક્તિ સાથે દલીલબાજીથી બચવાની સલાહ છે. કમ્યુનિકેશનમાં પણ પારદર્શકતા અને વિનમ્રતા ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઓગસ્ટ પછી તમારે આ બાબતે ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ વધારવી પડશે. તમે કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવાનું વિચારશો પરંતુ વાસ્તવિક અમલ કરવામાં કદાચ યોગ્ય સંજોગો ના મળવાથી નિરાશ થઇ શકો છો. આવી સ્થિતિમાં અભ્યાસ બાબતે તમારી દૃઢ ઇચ્છાશક્તિ જ મદદ કરશે. આ વર્ષના મધ્યમાં તમે એશો-આરામના જીવન તરફ વધુ ખેંચાશો જેમાં અતિશય ખર્ચની શક્યતા હોવાથી ખર્ચને અંકુશમાં રાખજો. અનૈતિક સંબંધોથી પણ દૂર રહેવાની સલાહ છે વર્ષમાં તમારા ચહેરા પર તેજ થોડુ ઘટી શકે છે. ખાસ કરીને કોઇને કોઇ નજીવી બીમારી તમને પરેશાન કરવો પ્રયાસ કરશે માટે સ્વાસ્થ્ય બાબતે સતર્કતા જરૂરી છે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 12-07-2020 – 18-07-2020

મિથુન માસિક ફળકથન – Jul 2020

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન