મિથુન – વૃષભ સુસંગતતા

મિથુન અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન જાતકો ખૂબ ઝડપથી સ્થિરતા ગુમાવે છે. બીજી તરફ સ્થિરતા સાથે આગળ વધતા વૃષભ જાતકો જીવનમાં હંમેશા આગળ રહે છે. વૃષભ જાતકો ઘણાં શાંત હોય છે અને દિમાગથી ખૂબજ ઠરેલ હોય છે. મિથુન જાતકો મોટાભાગે સ્વભાવે ઉત્પાતિયા હોય છે. આ વિરોધાભાસી લક્ષણોને કારણે ઘણીવાર તેમના સંબંધમાં સમસ્યાઓ ઊભી થાય છે. પણ તેના કારણે તેમના સંબંધ તુટી જતા નથી. જો વૃષભ જાતકો મિથુન જાતકો પાસેથી જતું કરવાની નીતિ શીખે અને સામે મિથુન જાતકો તેમના સાથી જોડેથી સુસંગતપણું શીખે તો તેમનો સંબંધ જળવાઇ શકે છે.

મિથુન રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષના રંગીન સ્વભાવને કારણે સ્ત્રી ઇર્ષા અને માલિકીભાવ અનુભવે છે. પુરુષને હંમેશા આ સ્ત્રીમાં સાહસનો અભાવ વર્તાય છે. વૃષભ રાશિની સ્ત્રીને હંમેશા સુરક્ષા અને નિષ્ઠાની ચિંતા હોય છે જ્યારે પુરુષ અજંપાવાળો અને વધારે પડતો સક્રિય હોય છે. ગણેશજીની સલાહ છે કે જો તેમણે બંનેએ સંબંધ જાળવવો હોય તો એકબીજાને સમજવાની તેમજ મોડી રાતની ફિલ્મો જોવાની અને કેન્ડલ લાઇટ ડિનરની વાતો ભૂલી જવાની જરૂર છે.

મિથુન રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ મનમેળમાં પુરુષ સ્ત્રીના આત્મવિશ્વાસ અને અખૂટ શક્તિથી આકર્ષાય છે. સ્ત્રી પણ ઝડપથી પુરુષ તરફ આકર્ષાય જાય છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેમનો સંબંધ લાંબો સમય જળવાઇ રહે તે નિશ્ચિત નથી. સ્ત્રીનો ઉત્સાહથી ભરપૂર સ્વભાવ પુરુષના માલિકીભાવવાળા સ્વભાવના કારણે દબાઇ જાય છે. પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી તેના વર્તનમાં ઓછી ઉત્સાહી હોય કારણ કે તેઓ એક સાથે જીવન શરૂ કરવા જઇ રહ્યા છે. જો તેઓ મતભેદો દૂર કરી શકે તો ચોક્કસ ઘણી સારી જોડી સાબિત થઇ શકે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક મોરચે હાલમાં એકંદરે સાનુકૂળ સમય જણાય છે. જોકે નોકરિયાતો અને છુટક કામકાજો કરતા જાતકોને હાલમાં પોતાના હાથમાં રહેલા પ્રોજેક્ટ્સ પાર પાડવામાં વિલંબ અને અવરોધો આવી શકે છે. જો દૂરના અંતરે તમારે કામકાજો હોય અથવા…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પંચમ સ્થાનનો માલિક શુક્ર હાલમાં વ્યય સ્થાનમાં છે જ્યારે વાણીના સ્થાનમાં ઉગ્ર સ્વભાવના ગ્રહ સૂર્ય અને મંગળની યુતિ છે. બુધ સાથે રાહુ યુતિમાં છે. મિત્રો હાલમાં તમે વિજાતીય પાત્રો તરફ આકર્ષિત થાવ પરંતુ અહં કે સ્વભાવની…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારા ધન સ્થાનનો માલિક ચંદ્ર સપ્તાહના પ્રારંભમાં ધન સ્થાનમાં સૂર્ય અને મંગળ સાથે યુતિમાં છે. જોકે શુક્ર વ્યય સ્થાનમાં છે. તમારી આવકની તુલનાએ જાવકનું પ્રમાણ વધારે રહેશે. તમારા મોટભાગના ખર્ચ મોજશોખ પાછળ અને બિનફળદાયી…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોમાં બૌદ્ધિકતા, કૌશલ્ય, સર્જનાત્મકતા અને ઊંડો અભ્યાસ કરવાની સૂઝ ઘણી સારી રહેશે. સપ્તાહના મધ્યના સમયમાં ખાસ કરીને મિત્રો સાથે અભ્યાસ સંબંધિત કામકાજોમાં અવરોધો આવી શકે છે. સપ્તાહના અંતિમ ચરણમાં તમે ખૂબ સારી રીતે…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

હાલમાં તમારી સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે જળવાઈ રહેશે. તમે બ્યુટી ટ્રીટમેન્ટ લો અથવા વ્યક્તિત્વ વિકાસ માટે કોઈ પ્રવૃત્તિમાં જોડાવ તેવી શક્યતા વધશે. શરૂઆતના બે દિવસમાં ખભામાં અથવા દાંતના પેઢામાં સ્નાયુઓ સંબંધિત સમસ્યા થઈ શકે…

નિયતસમયનું ફળકથન