Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
મિથુન – ધન સુસંગતતા
મિથુન અને ધન રાશિ વચ્ચે સુસંગતતા
મિથુન અને ધન જાતકો અશાંત અને ચર્ચા કરવાનું વલણ ધરાવતા હોય છે. લાંબો સમય સુધી કોઇ એક જગ્યા કે વ્યક્તિને વળગી રહેવું તેમના માટે મુશ્કેલ હોય છે. જો કે, ધન જાતકોને કોઇ સામાજિક કાર્યમાં જોડાવું ગમે છે જ્યારે મિથુન જાતકો પાસે તેના માટે સમય કે શક્તિ નથી હોતા. મિથુન જાતકો જીવન તેમને જે તરફ લઇ જાય તે રીતે જીવે છે જ્યારે ધન જાતકો જીવન વિશે ઘણાં ફિલસૂફ હોય છે. પણ તેમના સંબંધને કોઇ મોટી સમસ્યા નડતી નથી કારણ કે તેઓ ઘણું સમાધાનકારી વલણ ધરાવનારા હોય છે.
મિથુન રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા આ બંને જાતકો ટોળાંમાં ફરનારા, બહિર્મુખી અને સ્વતંત્રતાનો જુસ્સો ધરાવતા હોવાથી શરૂઆતમાં તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તેમને નવા સ્થળોની મુલાકાત લેવાનું ગમે છે. તેમની વચ્ચે શારીરિક આકર્ષણ પણ સારું હોય છે. પરંતુ પુરુષના જીવન પ્રત્યેના બુદ્ધિગમ્ય દ્રષ્ટિકોણ અને સ્ત્રીની ઉષ્માભર્યા ઘર માટેની તીવ્ર ઇચ્છાને કારણે તેમની વચ્ચે સમસ્યાઓ ઊભી થાય છે. ખરાબ મૂડને કારણે તેઓ એકબીજાની ટીકા અને ગુસ્સે થવાનું શરૂ કરે છે.
મિથુન રાશિની સ્ત્રી અને ધન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા આ યુગલ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે અને અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવાનુ પસંદ કરે છે. બંને બહિર્મુખી સ્વભાવ અને જીવનમાં મજાક મસ્તીનું વલણ ધરાવે છે. સ્ત્રીના રંગીન મિજાજને કારણે પુરુષ અસુરક્ષા અનુભવી શકે છે. તેઓ સંબંધમાં મુક્ત અભિવ્યક્તિ કરી શકતા નથી તેથી સમસ્યાઓ ઊભી થાય છે. સ્ત્રીના મનમાં ઘણાં સપનાઓ અને દિશાઓ હોય છે જે પુરુષ સારી રીતે પૂરા કરી શકે છે. તેમની વચ્ચેની સુસંગતતા બંને પક્ષના સમાધાનકારી વલણથી લાંબો સમય ચાલી શકે છે.