મિથુન જાતકોના સંબંધો

મિથુન જાતકોના સંબંધો

મિથુન જાતકો મિત્ર તરીકેઃ
આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો છો. આપ દિલથી યુવાન રહો છો અને પાર્ટી કે મહેફિલમાં આપની ખોટ સાલે છે.જનસંપર્ક જાળવવામાં આપ ખૂબ પાવરધા છો.

મિથુન જાતકો માતા તરીકેઃ
માતા તરીકે મિથુન રાશિની માતા ઘણી જીવંત અને ઉત્સાહી હોય છે. આપ આપના બાળકનું પાલન સારી રીતે કરવાની સાથે પોતાની કારકીર્દિ પણ સંભાળી શકો છો. આપ ઘણી દ્રષ્ટિએ જોતાં એક ઉત્કૃષ્ટ માતા છો.

મિથુન જાતકો પિતા તરીકેઃ
પિતા તરીકે, બે પેઢી વચ્ચેના વૈચારિક અંતરને કારણે ઊભી થતી સમસ્યા આપને ક્યારેય નડતી નથી. મિથુન જાતકોનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમના બાળકો કરતા ઘણો આગળ હોય છે. આપે ફક્ત આપના બાળકોના પ્રયત્નોને બિરદાવવા જોઈએ અને તેની ટીકા ન કરવી જોઈએ.

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર