For Personal Problems! Talk To Astrologer

મિથુન – મીન સુસંગતતા

મિથુન અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને જાતકો વચ્ચેની સુસંગતતા પરસ્પર બાંર્યાછોડભર્યા વલણને કારણે વધુ સુદ્રઢ બને છે. તેઓ બંને નવા વિચારો અને મંતવ્યોને અપનાવે છે. સમાધાન માટે તેઓ હંમેશા તૈયાર હોય છે. પરંતુ મીન જાતકોના લાગણીશીલ સ્વભાવ અને મિથુન જાતકોના બેપરવા સ્વભાવને કારણે તેમના સંબંધમાં ઓટ આવી શકે છે. મીન જાતકો તરંગી હોય છે અને મિથુન જાતકો વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારે છે. જો મિથુન જાતકો સંવેદનશીલ બનવાનું શીખે અને મીન જાતકો વ્યવહારૂ બનીને વિચારવાનું શીખે તો તેમની સુસંગતતામાં નડતી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

મિથુન રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ યુગલને યોગ્ય જોડી ન કહી શકાય. અહીં પુરુષ જાતક સતત બદલાતા રહેવાનુ વલણ ધરાવે છે. સમય સાથે તેની પસંદ-નાપસંદ બદલાતી રહે છે. જે તેને આજે ગમતું હોય તે આવતીકાલે ન ગમતું હોય તેવી પણ શક્યતા છે અને આ નકારાત્મક લક્ષણની તેમની સુસંગતતા પર ખરાબ અસર પડે છે. સ્ત્રી કોઇ એવી વ્યક્તિ ઇચ્છે છે જે તેની કાળજી લે, પ્રેમ અને સુરક્ષા આપે જ્યારે પુરુષના શબ્દકોષમાં ભાવાત્મક જોડાણ જેવો કોઇ શબ્દ જ નથી હોતો. સકારાત્મક પાસું એ છે કે સ્ત્રી પરિસ્થિતિને અનુકૂળ બનાવવા પોતાની સમજશક્તિનો ઉપયોગ કરી શકે છે.

મિથુન રાશિની સ્ત્રી અને મીન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
પુરુષનો જુસ્સો અને ઉત્તેજના સ્ત્રીને આકર્ષી શકે છે. થોડા સુખના દિવસો બાદ મતભેદો સપાટી પર આવવા લાગે છે. પુરુષ માટે તેની લાગણીઓની અભિવ્યક્તિ મુશ્કેલ બની શકે છે જ્યારે સ્ત્રી સરળતાથી પોતાના વિચારો જણાવી શકે છે. સ્ત્રીની તેજાબી વાણી અને બેદરકાર સ્વભાવ પુરુષના સંવેદનશીલ હ્રદયને દુઃખ પહોંચાડી શકે છે. આ સંબંધને જાળવી રાખવા માટે સ્ત્રીએ પુરુષ પર પ્રેમ અને લાગણીઓ વરસાવવી જોઇએ, જેથી પુરુષ પણ ખુલીને પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરી શકે. તેમની વચ્ચે સુમેળ વધુ મજબૂત બનાવવા પુરુષે સ્ત્રી સાથે વાતચીત અને વિચારોની આપ-લે વધારવી જોઇએ.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જો ભાગીદારીના કાર્યોમાં જોડાયેલા હોવ તો અત્યારે અત્યંત સાચવવું અન્યથા છેતરામણીનો ભય રહેશે. તમારા સંયુક્ત કરારો અથવા ભાગીદારીના સંબંધોમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા રહેશે. પૂર્વાર્ધનો સમય કોઈપણ મહત્વના નિર્ણયો લેવા માટે…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા સામાન્ય સંબંધો એકંદરે જળવાઈ રહેશે અને ખાસ કોઈ તણાવ નહીં જોવા મળે પરંતુ ખાસ કરીને જીવનસાથી અથવા પ્રિયપાત્ર જોડેના સંબંધોની વાત કરીએ તો સાચવવું પડશે. અત્યારે તમારી વચ્ચે પારસ્પરિક વિશ્વાસની કસોટી થઈ શકે છે. તમારે ગુસ્સાને…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે ખાસ ચિંતાની જરૂર નથી કારણ કે તમારી પાસે અપેક્ષિત પ્રમાણમાં નાણાં આવતા રહેવાથી તમે મનોમન નિશ્ચિંત રહેશો. તા. 6થી 8ના મધ્યાહન સુધીમાં કેટલાક ખર્ચની સંભાવના છે પરંતુ ત્યારપછી તમે ભાગ્યના જોરે કોઈને કોઈ લાભ મેળવીને…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતના ચરણમાં તમારી શિક્ષણની પ્રવૃત્તિઓ અવરોધાય અથવા તમને રુચિ ઓછી રહે તેવું બની શકે છે પરંતુ ઉત્તરાર્ધમાં તમે ફરી એકચિત્ત થઈને દરેક વિષયમાં ઊંડા અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. જેઓ ધાર્મિક બાબતો, ગૂઢ વિજ્ઞાન અને અગમનિગમના…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે એક વાત યાદ રાખજો કે, સપ્તાહના પહેલા ચરણમાં સ્વાસ્થ્યની કાળજી લેશો તો જ બીજા ચરણમાં તંદુરસ્તી માણી શકશો. શરૂઆતના સમયમાં ખાસ કરીને શારીરિક નબળાઈ, હાડકાને લગતી કોઈ જુની સમસ્યા અથવા અનિદ્રા અને બેચેની વધવાની શક્યતા નકારી…

નિયતસમયનું ફળકથન