મિથુન જાતકોનો સ્વભાવ

મિથુન જાતકોનો સ્વભાવ

મિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે.
મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર વિરુદ્ધ હોય તેવી બાબતોને એક સાથે સ્વીકારવાનો સ્વભાવ ધરાવતા હોઈ શકે છે. મિથુન જાતકો સ્વભાવે જિજ્ઞાસુ, બહિર્મુખી ,પ્રતિભાશાળી, બોલકણા અને માનસિક રીતે ચપળ હોય છે. કોકટેલ પાર્ટીઓમાં આ રાશિના જાતકો એક મુદ્દામાંથી બીજા મુદ્દા પર બહુ સરળતાથી વાત શરુ કરવાની કુનેહ ધરાવતા હોય છે. જાહેરમાં અન્ય લોકો પર હળવા કટાક્ષ કરવામાં પણ મિથુન રાશિના જાતકો ઘણા પારંગત હોય છે. કેટલાક લોકોને મિથુન જાતકોનો સંગાથ ઘણો ગમે છે તો કેટલાક ને તેમનો સ્વભાવ નથી ગમતો કારણકે આ રાશિના જાતકો પવન પ્રમાણે દિશા બદલવામાં નિપુણ હોવાથી લોકો તેમને છીછરા સ્વભાવના પણ માને છે. આપની વિનોદી અને વેધક વાણી વિરોધીઓ સામે શાબ્દિક યુદ્ધમાં જીત અપાવે તેવી હોય છે અને આ વાકછટાના કારણે જ આપના વિરોધીઓ ગણતરીની મિનિટોમાં જ આપના મિત્ર બની જાય છે. જીવનમાં ક્યારેક ઊંચા આકાશમાં ઝડપથી ઊડી જવાના બદલે ધીમે ધીમે ફૂલોની સુગંધ માણવા મતલબ કે સારા સમયનો આનંદ માણવા માટે થોડો સમય ફાળવવાની આપે જરૂર છે.
સ્વામી ગ્રહઃ બુધ
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે જે બાળપણ અને યુવાવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આ ગ્રહ સૌરમંડળના કોઈપણ ગ્રહની સરખામણીએ વધુ ઝડપથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ ગ્રહ આપણા વિચારો અને તેને અન્ય સમક્ષ પ્રગટ કરવાની કળાનો નિર્દેશ આપે છે. આ ગ્રહ આપણામાં છુપાયેલી સજાગતા અને સારાસારનો વિવેક પારખવાની બૌધ્ધિક શક્તિ વ્યક્ત કરે છે. મિથુન રાશિનો આ અધિપતિ ગ્રહ અધીરો અને સતત પરિવર્તનશીલ છે. આ ગ્રહ આપણને બોલવાની તેમ જ સાંભળવાની પ્રેરણા આપે છે પરંતુ જરૂરી નથી કે કોઈ પગલાં લેવા માટે તે પ્રેરે.
ત્રીજો ભાવઃ વાતચીત અને વૈચારિક આપ લે
ત્રીજો ભાવ સંદેશ વ્યવહાર અને વાતચીત સાથે સંકળાયેલી તમામ બાબતો નિર્દિષ્ટ કરે છે. પરંપરાગત વિચારસરણી અનુસાર ત્રીજા ભાવમાં ભાઈ -બહેનો વચ્ચેની વાતચીત અને તેમની સાથેના સંબંધોનો પણ સમાવેશ થાય છે. આ સ્થાન ટૂંકા અંતરની મુસાફરી અને પ્રવાસનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
મિથુન રાશિનું તત્વઃ વાયુ
મિથુન રાશિનું તત્વ વાયુ છે જે હલનચલન કે ગતિશીલતાનો સંકેત આપે છે. જાગૃત મગજ અને ભાષા પર પ્રભુત્વ ધરાવતા મિથુન રાશિના જાતકોમાં સંપર્ક વ્યવહારની કળા જન્મજાત હોય છે. વાયુ તત્વના કારણે મિથુન જાતકો સારા વિચારક પણ હોય છે. તેઓ કોઈપણ કામગીરી કરતા વિવેકબુદ્ધિ પર વધારે ભાર મૂકતા હોય છે. વસંતના વાયરાની જેમ સ્વભાવે હળવા અને ખુશમિજાજી હોય છે પરંતુ તેમના શબ્દોમાં પ્રચંડ વાવાઝોડાની શક્તિ પણ તેઓ લાવી શકે છે. વાયુ તત્વના કારણે મિથુન જાતકોમાં સતત પરિવર્તનશીલતા જોવા મળે છે. બુધ્ધિ શક્તિથી એક કોયડાને અલગ અલગ અભિગમથી ઉકેલવાની લાક્ષણિકતા તેઓ ધરાવે છે.
મિથુન જાતકોની શક્તિઃ
વિવિધ રસના વિષયોમાં જિજ્ઞાસાવૃત્તિ રાખવી એ મિથુન જાતકોની સૌથી મોટી શક્તિ છે.
મિથુન જાતકોની નબળાઈઃ
સૌથી મહત્વના કામ પરત્વે જ આપ બેધ્યાન થઈ જાવ તે આપની સૌથી મોટી નબળાઈ છે.
 

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર