For Personal Problems! Talk To Astrologer

મિથુન – સિંહ સુસંગતતા

મિથુન અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો મિથુન અને સિંહ જાતકો સ્વભાવે મસ્તીખોર અને સાહસિક હોય છે. તેમને એકબીજાની સાથે રહેવું ગમે છે. તેમની વચ્ચેની વાતચીત ઘણી રસપ્રદ હોઇ શકે છે. ઉપરાંત, મિથુન જાતકની વિવિધ બાબતોમાં રસ લેવાની વૃત્તિ સિંહ જાતકોમાં ઇર્ષા પેદા કરે છે. સિંહ જાતકો મિથુન જાતકોની સરખામણીમાં ઘણો લાંબો સમય સંબંધ ટકાવી રાખે છે. પણ મિથુન જાતકોની લાક્ષણિકતા સંબંધો બદલતા રહેવાની હોવાથી તેમની વચ્ચે ઘર્ષણ થઇ શકે છે. મિથુન જાતકોની તીખી વાણીથી સિંહ જાતકોનો અહં ઘવાય તેવી પણ શક્યતા છે.

મિથુન રાશિના પુરુષ અને સિંહ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં ઘણી સારી સુસંગતતા જોવા મળે છે. આ બંને જાતકોને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવું અને લોકો સાથે હળવું-મળવું ગમે છે. કંટાળો ક્યારેય આ સંબંધમાં બાધારૂપ બનતો નથી. જોકે, સ્ત્રીએ તેનો શંકાશીલ સ્વભાવ બાજુ પર રાખીને પુરુષને સ્વતંત્રતા આપવી જોઇએ અને બદલામાં પુરુષે તેના રંગીન મિજાજ પર અંકુશ રાખવો જોઇએ. સ્ત્રીએ ઇર્ષા કરવાની નહીં પણ પુરુષ પર પોતાનો પ્રેમ વરસાવાની જરૂર છે.

મિથુન રાશિની સ્ત્રી અને સિંહ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મિથુન રાશિની સ્ત્રી અને સિંહ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતાની ઘણી સારી તકો છે. તેમને અજાણ્યા લોકોને મળવું અને પાર્ટીમાં જવું ગમે છે. સ્ત્રીને પુરુષની વિનોદવૃત્તિ ગમશે અને પુરુષ સ્ત્રીનાં સાહસથી ભરપૂર ઉત્સાહની પ્રશંસા કરશે. આ સંબંધ રોમાંસ અને જુસ્સાથી ભરપૂર હશે. આ સંબંધમાં સુસંગતતા જાળવી રાખવા માટે તેમણે એકબીજાના પૂરક બનવું જોઇએ અને ક્યારેય એકબીજાનો વિરોધ ન કરવો જોઇએ. ભલે ગમે તેવી લાલચ આપવામાં આવે તો પણ તેમને આ બાબતોથી દૂર જ રહેવું જોઈએ.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક મોરચે શરૂઆત ભલે સારી થાય તેમ છતાંય લાંબા ગાળાનો વિચાર કરીએ તો હાલમાં ખૂબ ચેતીને ચાલવાનો સમય છે. ખાસ કરીને ભાગીદારીના કાર્યોમાં અથવા નવા કરારો કરવાના હોય તેમાં સાચવજો અને જો અત્યારે ભાગીદારી હશે તો તેમાં અણધાર્યો…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપને ખાસ કરીને એ જોવાનું રહેશે કે દાંપત્યજીવનમાં તમારી વચ્ચે કોઈપણ મુદ્દે ખટરાગ ન થાય કારણ કે સપ્તમ સ્થાનમાં ગુરુ સાથે કેતુની યુતિ છે અને શુક્ર અત્યારે વ્યય સ્થાનમાં છે. વિવાદો, આશંકાઓ વગેરેની શક્યતા વધશે. છતાં પણ તા. 13ના…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સમયમાં જો તમે યોગ્ય આયોજન ના કરો તો કામ કર્યા પછી પણ આવકમાં અવરોધ આવી શકે છે. ખાસ કરીને તા. 15ના મધ્યાહન પછી સપ્તાહના અંત સુધી ખર્ચનું પ્રમાણ રહેશે. અત્યારે શક્ય હોય ત્યાં સુધી મોજશોખ અને વૈભવી જીવનશૈલીમાં ઓછો ખર્ચ કરવો. પરિવાર…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીઓને શરૂઆત સારી થશે પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં સ્થિતિ થોડી નબળી પડતી જણાશે. ઉત્તરાર્ધમાં તમે અગમનિગમ અને આધ્યાત્મમાં વધુ રુચિ લેશો. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને કોઈ વિલંબ આવવાની શક્યતા છે. વ્યવસાય લક્ષી કોર્સ કરતા…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતના ચરણમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. તમારામાં શક્તિ અને ઉત્સાહનું પ્રમાણ રહેવાથી પ્રોફેશનલ બાબતોમાં વધુ ધ્યાન આપી શકશો પરંતુ સપ્તાહના મધ્યમાં પેટ સંબંધિત ફરિયાદ, ચક્કર આવવા, ત્વચાને લગતી ફરિયાદો,…

નિયતસમયનું ફળકથન