For Personal Problems! Talk To Astrologer

મિથુન વિસ્તૃત સમજ

મિથુન રાશિ વિશે વિસ્તૃત સમજ

મિથુન રાશિના હાથમાં વીણાં અને ગદા છે અને તે કાળપુરુષના હાથ તેમજ ખભાનું પ્રતિનિધિત્વ કરે છે. નૃત્ય કે સંગીતશાળા, આર્ટ ગેલેરીઓ અને મનોરંજનના સ્થળો પર તેનું રહેઠાણ છે.

રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન ખૂબ જ વાચાળ અને બોલકણી રાશિ હોવાથી મિથુન જાતકો સતત બોલવાની આદત ધરાવતા હોય છે.

આ રાશિ પર બુધ (મરક્યૂરી)નું આધિપત્ય હોવાથી મરક્યૂરી અર્થાત પારા જેવી તરલતા અને ઝડપ આ જાતકોમાં જોવા મળે છે. તેમની ચાલમાં, વિચારમાં અને સમજશક્તિ તેમજ હાજરજવાબી સ્વભાવમાં પણ ત્વરા દેખાઈ આવે છે. તેમની જિજ્ઞાસાવૃત્તિ અને હોંશિયારી તેમજ ચપળતાના કારણે તેઓ કોઈપણ મહેફીલમાં આસાનીથી છવાઈ જાય છે, પરંતુ તેઓ માત્ર વક્તા જ નથી હોતા, તેમને બીજા લોકોની વાતો સાંભળવી પણ ગમે છે, અને તેમાંથી કંઈક શીખવાનું પણ ગમે છે. ગમે તે હોય પરંતુ મિથુન જાતકો કોઈપણ સામાજિક પ્રસંગ કે મેળાવડામાં બહુ સરળતાથી અનુકૂલન સાધનારા, પોતાની વિનોદવૃત્તિથી વાતાવરણને હળવું બનાવનારા હોય છે અને પોતાના મિત્રો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવું તેમને ગમે છે.

મિથુન જાતકોને અન્ય લોકો સાથે વાતો કરવી કે વિચારોનું આદાનપ્રદાન કરવું ગમે છે. તેમની વાતો માત્ર બકવાસ કે વાહિયાત નથી હોતી. વધુને વધુ બૌદ્ધિક જાણકારી મેળવવાની તેમની વૃત્તિને સંતોષવા માટે તેઓ લોકો સાથેની વાતચીતમાં વધારેને વધારે માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરે છે. પોતાના સંબંધો વિકસાવવામાં પણ તેમને વધારે રસ હોય છે. પોતે મેળવેલું જ્ઞાન કે જાણકારી પછી પોતાના સ્વજનો, મિત્રો અને સ્નેહીજનોને સહભાગી બનાવવાની પણ તેમને ખૂબ મજા આવે છે. મિથુન જાતકો બુદ્ધિશાળી, હાજર જવાબી અને કોઈપણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બનનારા હોય છે. તેઓ બુદ્ધિશાળી અને વ્યવહારુ તો હોય જ છે, ઉપરાંત તેમનામાં કલ્પનાશક્તિ પણ ગજબની હોય છે. પરંતુ તેમનામાં અસ્થિરતા તેમજ ચંચળતા હોવાથી તેમનો મૂડ સતત બદલાતો રહે છે, તથા પોતાની ધૂન અને તરંગો મુજબ તેઓ વર્તે છે. તેમના લાગણીના ઉભરાનુ કેટલાક લોકો છળકપટ તરીકે અર્થઘટન કરે છે, પરંતુ મિથુન જાતકો તેમને યોગ્ય લાગે ત્યાં જ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. મિથુન જાતકો વિચલિત અને એકાગ્રતાનો અભાવ ધરાવતા હોય છે પરંતુ તેમની આ બેચેની માનસિક અસ્વસ્થતા પાછળ પણ હંમેશા માહિતી મેળવવામાં વ્યસ્ત રહેતું તેમનુ મગજ જવાબદાર હોય છે.

ખૂબ જ રમુજી, જિંદાદિલ, નવી નવી કલ્પનાઓથી છલકાતા, અત્યંત મોહક અને આનંદપ્રદ, લહેરી સ્વભાવના અને ગંભીરતાનો અભાવ ધરાવતા મિથુન જાતકોમાં હદ વગરના વિરોધાભાસો જોવા મળે છે. તેમને બધામાં માથુ મારવાની ટેવ હોય છે. અને દરેક વસ્તુની પોતાને જાણકારી છે તેવા ખ્યાલમાં રાચતા હોય છે. પરંતુ કોઈપણ કલા-કારીગરીમાં નિપુણતા મેળવવાની ક્ષમતા પણ તેઓ ધરાવતા હોય છે. મિથુન જાતકો બહુમુખી પ્રતિભા ધરાવનારા અને જે વિષય પસંદ કરે તેને ઝડપથી શીખી લેવાની ગજબની ગ્રહણશક્તિ ધરાવતા હોય છે. જોકે, તે ક્ષેત્રમાં તેમને લાંબો સમય સુધી રસ ન રહે તેવું પણ બની શકે છે. તેઓ બુદ્ધિને જ સર્વેસર્વા માને છે અને તેના વડે કોઈપણ વસ્તુ થઈ શકે છે તેવું ધારતા હોય છે. કાર્યસ્થળે પણ તેઓ સ્પષ્ટ વિચારો સાથે કામ કરે છે અને ઘણા બુદ્ધિગમ્ય અને સારી સારી યોજનાઓ તેમજ મંતવ્યો સુચવતા હોય છે. જેના કારણે તે કોઈપણ ટીમની અસ્કયામત બની જાય છે. સામેની વ્યક્તિ સાથે અસરકારક કરીતે વાતચીત કરવાની કે સંપર્ક કરવાની, ,સ્પષ્ટ વિચારવાની, વિશિષ્ટ વક્તૃત્વ ક્ષમતા જ તેમની સૌથી શક્તિ છે.

તેમના આનંદી ચહેરા પર ચિંતા, ટેન્શન, ઉદાસિનતાની રેખાઓ બહુ સરળતાથી પારખી શકાય છે. પોતાના હસતા રમૂજી ચહેરા પાછળ તેઓ દુઃખ કે ઉદાસી છુપાવવાનો પ્રયાસ કરે તો પણ વ્યર્થ નીવડે છે. મિથુન જાતકોનો રોમાન્સ થોડા સમય માટે ગમે તેવો, રસપ્રદ, મોજિલો અને સાહસિક લાગે છે પરંતુ તેમના અસ્થિર અને બેદરકાર વલણના કારણે તેઓ ગાઢ પ્રણયમાં બંધાય અને પ્રણયજીવનમાં સ્થિરતા આવે તે પહેલાં જ ઘણા પ્રેમીઓના દિલ તોડી નાખે છે. પ્રેમાળ મિથુન જાતકો ભલે પ્રણય ચેષ્ટાઓ દ્વારા જ રોમાન્સનું નાટક કરતા હોય, પરંતુ તે પોતાના સાથીને તેમની રમુજીવૃત્તિથી તો ચોક્કસ પ્રભાવિત કરે છે. મિથુન જાતકો તેમના પારિવારિક જીવનથી સંતુષ્ટ હોય તો, તેઓ આડાઅવળા માર્ગે ભટકતા નથી. તેમ છતાં પણ, આ જાતકો સાથે પુરતો વિચાર કર્યા વગર આંધળુકિયા રહીને લગ્નજીવન બાંધવું યોગ્ય નથી. મિથુન જાતકોને જીવનસાથી તરીકે તુલા, કુંભ, મિથુન અને મેષ રાશિના જાતકો ઘણા સુસંગત અને અનુકૂળ રહે છે.

મિથુન સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર