મિથુન – મકર સુસંગતતા

મિથુન અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

આ સંબંધ પર મિથુન જાતકોના સ્વભાવ અને મકર જાતકોના શાંત વલણને કારણે ખરાબ અસર પડે છે. મકર રાશિની વ્યક્તિ દરેક કામ ખૂબજ ચોકસાઇથી કરે છે જ્યારે મિથુન જાતક માટે નિયમોનું પાલન કંટાળાજનક બની રહે છે. મિથુન જાતકો કોઈપણ નિરસ કામ યંત્રવત રહીને કરી શકતા નથી જ્યારે મકર જાતકો જીવનસફર નિરસ હોવા છતાં ચાલતા રહે છે. મિથુન જાતકો વાતને ગંભીરતાથી લેવાનુ શીખી જાય તો આ સુસંગતતાને વેગ મળી શકે છે અને સામે મકર જાતકોએ જીવનને આનંદ સાથે જીવવાની કળા પણ શીખવી પડશે.

મિથુન રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
મકર રાશિની સ્ત્રી મિથુન રાશિના પુરુષની વિનોદવૃત્તિ તેમજ સ્ફોટક વિચારધારાથી મંત્રમુગ્ધ થઇ જાય છે. સ્ત્રીનું કોમળ હ્રદય પુરુષના રંગીન મિજાજથી દુઃખી થાય છે. સ્ત્રી પોતાની નાની દુનિયા પ્રેમ અને વિશ્વાસથી ભરપૂર હોય તે માટે પ્રયત્ન કરે છે પણ પુરુષ સ્વચ્છંદી સ્વભાવને કારણે બીજા રસ્તા તરફ વળે છે. સ્ત્રીના સહિષ્ણુ સ્વભાવનો પુરુષના તરંગી સ્વભાવ સાથે મેળ ન બેસે તેવી પણ શક્યતા છે. તેઓ વચ્ચે વધારે સારો તાલમેલ સાધવા માટે પુરુષે સ્ત્રીને બાંધછોડ કરતા શીખવવું જોઇએ અને પોતે પોતાના રંગીન મિજાજ પર અંકુશ મુકવો જોઇએ.

મિથુન રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સ્ત્રી વધારે પડતી સાહસિક હોય છે અને પુરુષ રૂઢિચુસ્ત હોય છે. પુરુષની લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સ્ત્રી આદર કરશે અને પુરુષ સ્ત્રીના ઉત્સાહી સ્વભાવથી ખુશ થશે. જ્યોતિષશાસ્ત્ર આ સંબંધને ઘણો સારો નથી ગણાવતું. પુરુષને સ્ત્રીની સાહસિક વૃત્તિ પસંદ નથી હોતી અને સ્ત્રીને એવો પુરુષ પસંદ નથી હોતો જે તેને સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાતા રોકતો હોય. આ સંબંધમાં સુમેળ જળવાઇ રહે તે માટે બંનેએ એકબીજાના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં વિસ્તરણ કે નવા સાહસ માટે આ સપ્તાહની શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નિર્ણય ન લેવા. આપની વૈચારિક સ્થિરતા અને નિર્ણય શક્તિ ઘણા ઓછા હશે. તારીખ 21 પછી કામકાજમાં નવી પદ્ધતિ અપનાવવાનું કે નોકરીમાં ફેરફારનું વિચારી શકો…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપનું મન સાત્વિક પ્રેમના બદલે ભોગ વિલાસમાં વધુ પરોવાયેલું રહેશે. ખાસ કરીને બારમે શુક્રની ઉપસ્થિતિ હોવાથી અતિ વિલાસી અથવા આધ્યાત્મિક વૃત્તિ તરફ આપ વળશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર પણ શુક્ર સાથે યુતિમાં આવશે ત્યારે…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે વાત કરીએ તો ધન સ્થાનમાં મંગળ અને બુધની ઉપસ્થિતિ તેમજ તારીખ 17થી સૂર્ય પણ યુતિમાં આવતા ઉઘરાણી સંબંધિત કાર્યોમાં વાણીમાં સંયમ રાખવો. આપની વાણીના કારણે કોઈની સાથે સંબંધો બગડે અને આર્થિક ફટકો પડે તેવી સંભાવના વધશે….

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શિક્ષણમાં સિદ્ધિઓ હાંસલ કરવા માટે તારીખ તારીખ 16થી 18 સુધીનો સમય સાનુકૂળ છે. જોકે ત્યારપછીના બે દિવસમાં તમે વિચારોની ગડમથલમાં ખૂબ જ અટવાશો જેથી એકાગ્રતાનો અભાવ વર્તાશે. આ સમયમાં તમે શિક્ષણ સંબંધિત મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો….

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આપના લગ્નસ્થાનમાં સૂર્ય છે જે શરૂઆતમાં સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે પરંતુ તારીખ 18થી બીજા સ્થાનમાં સૂર્ય, મંગળ અને બુધની યુતિ થશે અને સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર વ્યય સ્થાનમાં આવશે ત્યારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. આ…

નિયતસમયનું ફળકથન