મિથુન – કર્ક સુસંગતતા

મિથુન અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

આ જાતકો વચ્ચે સમાનતા ઘણી ઓછી હોય છે. સમસ્યાઓ ઉકેલવાના તેમના રસ્તા પણ અલગ-અલગ હોય છે. કર્ક જાતકો કામ કરવામાં માને છે જ્યારે મિથુન જાતકો ફક્ત વાતો કરે છે. હકારાત્મક પાસુ એ છે કે મિથુન જાતકોનો મજાકિયો સ્વભાવ, વિનોદવૃત્તિ અને બુદ્ધિ કર્ક જાતકોને આકર્ષે છે અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાવાની શક્યતા વધી જાય છે. બદલામાં કર્ક જાતકો સ્થિરતા અને ઊંડાણ આપશે. કેટલીકવાર મિથુન જાતકોનો રંગીન સ્વભાવ કર્ક જાતકોને ઇર્ષાળુ અને અસુરક્ષિત બનાવે છે.

મિથુન રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સ્ત્રી પુરુષના ઉત્સાહ અને ઉર્જાથી આકર્ષાય છે. બીજી તરફ સ્ત્રીનું જાદુઇ આકર્ષણ અને સંવેદનશીલ વર્તન પુરુષને આકર્ષે છે. પરંતુ સંબંધ વિકસવાની સાથે તેમના મતભેદો વધવાના શરૂ થઇ જાય છે. પુરુષની તર્કસંગતતા સ્ત્રીના સંવેદનશીલ સ્વભાવ સાથે મેળ ન ખાય તેવી શક્યતા છે અને પુરુષનો વચનબદ્ધ ન થવાનો સ્વભાવ સ્ત્રીને અસુરક્ષાનો અનુભવ કરાવે છે. ગણેશજીને લાગે છે કે એકબીજાને સમસ્યાઓ આપવા કરતા શાંતિ આપે તે વધારે મહત્વનું છે.

મિથુન રાશિની સ્ત્રી અને કર્ક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
કર્ક રાશિનો છોકરો એક વસ્તુ કે વ્યક્તિને વળગી રહેનારો હોય છે. તેના શંકાશીલ સ્વભાવને કારણે છોકરી બીજા છોકરામાં રસ લેતી થાય છે જે તેમના સંબંધ પર ખરાબ અસર કરી શકે છે. છોકરી જે ખુલાસા આપે છે તે છોકરો સાંભળવા તૈયાર થતો નથી, આ રીતે છોકરી કર્ક રાશિના છોકરાથી કંટાળી જાય છે. શરૂઆતનું આકર્ષણ છોકરાના ઉત્તેજિત સ્વભાવને કારણે થાય છે. છોકરો સંપૂર્ણ પ્રતિબદ્ધ હોય છે અને છોકરી લાંબો સમય ટકે તેવા સંબંધમાં સમજતી નથી. છોકરીએ તેના રંગીન મિજાજ પર અંકુશ રાખવાની તેમજ કર્ક જાતકોને જેની ઉત્કટ ઇચ્છાનો પ્રેમ અને સહકાર આપવાની જરૂર છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં વિસ્તરણ કે નવા સાહસ માટે આ સપ્તાહની શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નિર્ણય ન લેવા. આપની વૈચારિક સ્થિરતા અને નિર્ણય શક્તિ ઘણા ઓછા હશે. તારીખ 21 પછી કામકાજમાં નવી પદ્ધતિ અપનાવવાનું કે નોકરીમાં ફેરફારનું વિચારી શકો…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપનું મન સાત્વિક પ્રેમના બદલે ભોગ વિલાસમાં વધુ પરોવાયેલું રહેશે. ખાસ કરીને બારમે શુક્રની ઉપસ્થિતિ હોવાથી અતિ વિલાસી અથવા આધ્યાત્મિક વૃત્તિ તરફ આપ વળશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર પણ શુક્ર સાથે યુતિમાં આવશે ત્યારે…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે વાત કરીએ તો ધન સ્થાનમાં મંગળ અને બુધની ઉપસ્થિતિ તેમજ તારીખ 17થી સૂર્ય પણ યુતિમાં આવતા ઉઘરાણી સંબંધિત કાર્યોમાં વાણીમાં સંયમ રાખવો. આપની વાણીના કારણે કોઈની સાથે સંબંધો બગડે અને આર્થિક ફટકો પડે તેવી સંભાવના વધશે….

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શિક્ષણમાં સિદ્ધિઓ હાંસલ કરવા માટે તારીખ તારીખ 16થી 18 સુધીનો સમય સાનુકૂળ છે. જોકે ત્યારપછીના બે દિવસમાં તમે વિચારોની ગડમથલમાં ખૂબ જ અટવાશો જેથી એકાગ્રતાનો અભાવ વર્તાશે. આ સમયમાં તમે શિક્ષણ સંબંધિત મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો….

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આપના લગ્નસ્થાનમાં સૂર્ય છે જે શરૂઆતમાં સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે પરંતુ તારીખ 18થી બીજા સ્થાનમાં સૂર્ય, મંગળ અને બુધની યુતિ થશે અને સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર વ્યય સ્થાનમાં આવશે ત્યારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. આ…

નિયતસમયનું ફળકથન