મિથુન અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રનો સિદ્ધાંત કહે છે કે મેષ અને મિથુન જાતકો કંટાળો સહન કરી શકતા નથી અને કંટાળાજનક હોય તેનાથી દૂર ભાગે છે. મેષ જાતકો મિથુન જાતકોને તેમની વ્યક્તિગત સ્વતંત્રતા માણવા દે છે અને તેના વ્યક્તિત્વનો આદર કરે છે. મેષ અને મિથુન વ્યક્તિઓ ઘણાં સારા હોય છે છતાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સુસંગતતાને લગતી કેટલીક સમસ્યાઓ રહે છે. મિથુન જાતકો ખૂબ જ ધીમી ગતિએ વાત-ચીત કરે છે જે અધીરા સ્વભાવના મેષ જાતકોને અકળાવી નાખે છે.
મિથુન પુરુષ અને મેષ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમનામાં શક્તિનું સ્તર ઊંચુ હોય છે અને તેઓ એકસરખા વિષયોમાં રસ ધરાવે છે. પુરુષનું જાદુઇ આકર્ષણ અને રોમેન્ટિક સ્ટાઇલ સ્ત્રીને મંત્રમુગ્ધ કરી મુકે છે. પુરુષને સ્ત્રીને લગતી દરેક બાબત મુગ્ધ કરે છે. મેષ રાશિની સ્ત્રી અને મિથુન રાશિના પુરુષ વચ્ચેનો મનમેળ ઉત્તેજક હોય છે. તેમનું જીવન ઉત્તેજના અને સાહસથી ભરપૂર હોય છે, પણ જ્યોતિષશાસ્ત્રને આ સંબંધ પણ સમસ્યાઓ રહિત નથી લાગતો. સ્ત્રીએ પોતાના રંગીન સ્વભાવ પર અંકુશ રાખવો પડશે નહીં તો તેમના વચ્ચે ગંભીર સમસ્યાઓ ઉદભવી શકે છે.
મિથુન રાશિની સ્ત્રી અને મેષ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મેષ રાશિના પુરુષ અને મિથુન રાશિની સ્ત્રીને પડકારો, નવીનતા અને સાહસ સાથે બાથ ભીડવી ગમે છે. કંટાળો ક્યારેય તેમના સંબંધ પર હાવિ થઇ શકતો નથી. ઉગ્ર દલીલોથી તેમની સુસંગતતા પર કોઇ ખરાબ અસર થતી નથી. સતત સંપર્કમાં રહેવાની સ્ત્રીની જરૂરિયાત પુરુષ પુરી કરે છે. તેઓ બંને એકબીજાને વ્યસ્ત રાખે છે. આ સંબંધ સાહસ અને રોમાંસને કારણે વધુ ગાઢ બને છે. સાથે મળીને તેઓ નવી જગ્યાઓ શોધે છે, વાતો, પ્રેમ અને ખૂબ મસ્તી કરે છે.