For Personal Problems! Talk To Astrologer

અવારનવાર પૂછાતા પ્રશ્નો

GaneshaSpeaks.com શું છે?

જવાબઃ GaneshaSpeaks.com જ્યોતિષ આધારિત વેબ પોર્ટલ અને સેવા છે. બ્રાન્ડ એમ્બેસેડર અને મુખ્ય જ્યોતિષવિદ્ બેજન દારૂવાલના માર્ગદર્શન હેઠળ GaneshaSpeaks.comમાં શ્રી ભાવેશ એન. પટ્ટની, શ્રી તન્મય ઠાકર અને શ્રી ધર્મેશ જોશીના વડપણ હેઠળ વિદ્વાન જ્યોતિષીઓની ટીમ સેવા આપે છે.

1. GaneshaSpeaks.com શું છે?

જવાબઃ GaneshaSpeaks.com જ્યોતિષ આધારિત વેબ પોર્ટલ અને સેવા આપતી સંસ્થા છે. બ્રાન્ડ એમ્બેસેડર અને મુખ્ય જ્યોતિષવિદ્ બેજાન દારૂવાલના માર્ગદર્શન હેઠળ GaneshaSpeaks.comમાં વિદ્વાન જ્યોતિષીઓની ટીમ છે જેમને શ્રી બેજાન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપી છે. GaneshaSpeaks.comની સેવા ઈન્ટરનેટ, મોબાઈલ ટેકનોલોજી અને એપ્સ જેવા માધ્યમ પર પણ ઉપલબ્ધ છે.

2. GaneshaSpeaks.comની સ્થાપના ક્યારે થઈ?

જવાબઃ ગણેશાસ્પિક્સની સ્થાપના 25 એપ્રિલ, 2003ના રોજ થઈ હતી.

3. પ્રશ્નોતરી પર તમે કેવી રીતે પ્રક્રિયા કરો છો?

જવાબઃ અમારી સાઇટ્સ અને અમારા ભાગીદારો દ્વારા અને જે પ્રશ્નો મળે છે તે બે સ્તરમાંથી પસાર થાય છે. પહેલા તબક્કામાં તે જ્યોતિષી પાસે જાય છે, જે તેની જન્મકુંડળી બનાવે છે, ભવિષ્ય કથન કરે છે ત્યારબાદ તેને મુખ્ય અને વરિષ્ઠ જ્યોતિષી પાસે મોકલવામાં આવે છે. તેઓ આ ભવિષ્ય કથનને પોતાની કુશળ દ્રષ્ટિથી ચકાસે છે અને તેને આખરી ઓપ આપે છે. જો જરૂર હોય તો, આ પ્રક્રિયામાં શ્રી બેજન દારૂવાલાનો સંપર્ક કરવામાં આવે છે. મુખ્ય જ્યોતિષી દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ તેને ગ્રાહક પાસે મોકલવામાં આવે છે. અહીં અમે આપને જણાવી દઈએ કે અમારા તમામ જ્યોતિષીઓ શ્રી બેજાન દારૂવાલાના સિદ્ધાંતો અને પદ્ધતિઓને અનુસરીને ફળકથન કરે છે.

4. આ પ્રશ્નોતરીની પ્રક્રિયા માટે તમને કેટલો સમય લાગે છે?

જવાબઃ Ganeshaspeaks.com પર કરવામાં દરેક ઑર્ડર પર રૂપિયાની ચુકવણીની ખાતરી મળ્યાના 72 કલાકમાં અમે જવાબ આપીએ છીએ. અમારા પાર્ટનર્સ તરફથી મળતી પ્રશ્નોતરીના જવાબ સાત દિવસમાં આપવામાં આવે છે.

5. શું દરેક દેશોમાં કિંમત સરખી હોય છે?

જવાબઃ હા, દરેક દેશમાં કિંમત સરખી હોય છે. અમે એ પ્રકારની વ્યવસ્થા કરી છે જેથી તમે જે દેશમાં હોવ તે દેશના સ્થાનિક ચલણમાં તમને કિંમત જોવા મળે. જો કે, આ વ્યવસ્થા સગવડ માટે છે. અમે જે-તે દિવસના વિનિમય દરો માટે ઓનલાઈન કરન્સી કન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ.

6. શું તમે રત્નો અને યંત્રોનું સૂચન કરો છો?

જવાબઃ Ganeshaspeaks.com માં અમે એવા ઉપાયો સૂચવતા હોઇએ છીએ જેની કિંમત વધારે ન હોય. તે માટે મંત્રો અને સરળ પૂજાનો નિર્દેશ કરીએ છીએ જે તમે તમારી જાતે જ કરી શકો. પણ જો તમને રત્ન પહેરવાની કે યંત્ર ખરીદવાની ખૂબ જ ઇચ્છા હોય તો અમે તે પ્રકારનું માર્ગદર્શન પણ પૂરૂં પાડીએ છીએ. તમારે કેવો ઉપાય અજમાવવો છે તે સંપૂર્ણ રીતે તમારા નિર્ણયને આધીન છે.

7. તમારા પાર્ટનર કોણ છે?

જવાબઃ અમે અગ્રણી સમાચાર સેવાઓ, પ્રકાશો અને અગ્રણી મોબાઈલ તેમજ અન્ય ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર્સ સહિત સંબંધિત ક્ષેત્રના સંખ્યાબંધ ભાગીદારો સાથે સંકળાયેલા છીએ. અમારા હાલના આદરણીય ભાગીદારો વિશે જાણવા કૃપા કરી ‘અમારા પાર્ટનર‘ પેજની વિઝિટ લો.

8. તમે કયા પ્રકારની કન્ટેન્ટ પૂરી પાડો છો?

હાલમાં Ganeshaspeaks.com ઈન્ટરનેટ, ટેલિફોનિ, પુસ્તકો અને એપ્સ જેવા વિવિધ માધ્યમોથી અનેક પ્રકારની કન્ટેન્ટ પુરી પાડે છે. અમે SMS, MMS, WAP, વોઇસ(પહેલેથી રેકોર્ડ કરેલો અને લાઈવ કાઉન્સેલિંગ) અને વ્યક્તિગત રીતે તેમજ ઈન્ટરનેટ પર સ્વયંસંચાલિત સેવા દ્વારા અમારા ઉપભોક્તાઓને જ્યોતીષીય સેવા પૂરી પાડીએ છીએ.