સુસંગતતા


વાઘ – ઘેંટુ સુસંગતતા

વાઘ પતિ + ઘેંટું પત્ની

વાઘ રાશિનો પતિ મિલનસાર અને જિંદગીને ભરપુર માણવામાં માનતો હોય છે જ્યારે આ રાશિની પત્ની વિનયશીલ અને માલિકીભાવ ધરાવતી હોય છે. આ રાશિનો પતિ ઘણો સારો જીવનસાથી બની શકે છે પરંતુ તેની પત્નીને સંપૂર્ણ સમર્પિત બની શકતો નથી. વાસ્તવમાં આ રાશિના પતિને એમ લાગે છે કે તેની પત્ની પોતાની જાતે કોઈ નિર્ણય લઈ શકતી નથી અને તેના પર જ બધી બાબતોએ અવલંબન રાખે છે. ઘેંટુ રાશિની પત્ની ઘણી લાગણીશીલ હોય છે પરંતુ ક્યારેક તે ભાવનાઓમાં દબાઈ જાય છે કારણ કે તેને પોતાનો પતિ વધુ કઠોર લાગે છે અને પોતે કોઈ નાની બાબતે જેટલી ચિંતિત હોય છે તેટલો તેનો પતિ ચિંતિત હોતો નથી તેમ વિચારે છે. તેમણે બંનેએ પોતાની જોડીને સફળ બનાવવાનું વિચારતા પહેલા એકબીજાને અનુકૂળ બનવું જરૂરી છે.

ઘેંટુ પતિ + વાઘ પત્ની

આ જોડીમાં પતિ પરિવારપ્રિય હોય છે અને તેને પ્રેમ તથા કાળજીની જરૂર છે. પત્ની મનમોજી અને બિનરૂઢિવાદી હોય છે. પત્નીના અચાનક ગુસ્સાથી તેમ જ તેની ફરિયાદોથી પતિની લાગણી ખૂબ જ દુભાય છે. ઘેંટુ રાશિમાં જન્મેલા સૌમ્ય સ્વભાવના પતિને ઘરમાં શાંતિ અને હૂંફની જરૂર હોય છે. પત્ની ખૂબ જ ઝડપથી આગળ વધવાની જિંદગી પસંદ કરે છે અને તેના પતિના શાંત અને ચિંતાતુર સ્વભાવને અપનાવી શકતી નથી. પત્ની વર્ચસ્વ ધરાવતી હોય છે અને પતિ ઘણો નરમ સ્વભાવનો હોવાથી તેની પત્નીને યોગ્ય રીતે અંકુશમાં રાખી શકતો નથી. આ જોડીમાં છેવટે બંને અસંતોષ સાથે છૂટા પડે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ