સુસંગતતા


વાઘ – મૂષક સુસંગતતા

વાઘ પતિ + મૂષક પત્ની

આ જોડી એકબીજા સાથે લાંબો સમય સુધી ટકી રહે તેવી ન કહી શકાય. વાઘ રાશિનો પતિ ખૂબ ઝડપથી ગુસ્સે થનાર હોય છે અને વિનમ્ર તેમ જ ભાવુક સ્વભાવની મૂષક રાશિની પત્ની પ્રત્યે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરે છે. બંનેમાંથી કોઈપણ એકબીજાના વર્તનથી સંતુષ્ટ હોતા નથી.

મૂષક પતિ + વાઘ પત્ની

મહત્વાકાંક્ષી મૂષક રાશિમાં જન્મેલા પતિદેવોને નાણાં અને સત્તાની લાલસા ખૂબ જ હોય છે પરંતુ તેમના માટે આ બધું જ પરિવાર પ્રત્યેના સમર્પણથી વિશેષ નથી. આ કારણે મૂષક રાશિના પતિ પોતાના વ્યવસાયમાં જેટલો સમય આપે એટલો જ સમય પરિવાર માટે પણ આપવા પર ધ્યાન રાખે છે. જ્યારે વાઘ રાશિમાં જન્મેલી પત્ની પ્રેમાળ અને બીજાની લાગણીઓનો ખ્યાલ રાખનારી હોય છે અને આધુનિક દ્રષ્ટિકોણ ધરાવતી હોય છે. મૂષક રાશિના પતિ તેમના દ્રષ્ટીકોણને સ્વીકારશે પરંતુ નારાજગીથી. જો કે તેમની વચ્ચે સમાન હોય તેવા ઘણા લક્ષણો જોવા મળશે. તેમનામાં જોવા મળતા સામાન્ય ગુણોમાં મળતાવડો સ્વભાવ, આશાવાદી વલણ અને અન્ય ઘણી બાબતો છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ