સુસંગતતા


વાઘ – સસલું સુસંગતતા

વાઘ પતિ + સસલું પત્ની

ડરપોક સસલું રફ એન્ડ ટફ વાઘના ઘરમાં સમાઈ શકે છે. આ જોડીમાં પત્ની જ્યારે તેના પતિની સામે અને નજીક આવે ત્યારે તેના ઉતાવળીયા સ્વભાવના કારણે નિરાશ થઈ શકે છે અને પતિ ભાગ્યે જ ક્યારેક તેની પત્નીનો ગમગીન અને દુઃખી સ્વભાવ સહન કરી શકે છે. આ જોડીમાં પત્ની તર્કબુદ્ધિવાળી અને સ્વાર્થી હોય છે જ્યારે પતિ ભાવુક હોય છે અને તેને વધુ કુશળતા કે ચતુરાઈની જરૂર નથી. પત્ની મીઠાબોલી અને નાજૂક હોય છે જ્યારે પતિ મોટા અવાજે અને તોછડું બોલનાર હોય છે. તેમનામાં સંખ્યાબંધ વિરોધાભાસી ગુણો જોવા મળે છે અને જો તેમને પોતાનો સંબંધ સારી રીતે ટકાવી રાખવો હોય તો ઘણી બાબતોએ સમાધાનકારી વલણ અપનાવવું જરૂરી છે.

સસલું પતિ + વાઘ પત્ની

રચનાત્મક અને આજ્ઞાંકિત સસલું બૌદ્ધિક બાબતોમાં વધુ રુચિ ધરાવે છે જ્યારે વાઘ નાટકિયો, કામુક અને ઉત્તેજનાપ્રેરક હોય છે. વાઘ રાશિમાં જન્મેલી પત્ની સૌમ્ય અને નિર્દોષ સસલું રાશિના પતિ માટે ઘણી શક્તિશાળી સાબિત થઈ શકે છે. આ જોડીમાં પતિ વિચારે છે કે તેની પત્ની ભાવનાશૂન્ય છે. પતિ તેની પત્નીની સમસ્યાઓ ઉકેલવામાં તેને મદદ કરી શકે છે પરંતુ પત્ની તેના પતિ પ્રત્યે બહુ ધ્યાન આપતી નથી. પતિ તેની પત્નીની મદદથી પોતાનો આત્મવિશ્વાસ અને આત્મબળ વધારી શકે છે પરંતુ તેની પત્નીની ફિલોસોફીથી પ્રભાવિત નહીં થાય. તેઓ એકમેક સાથે મળીને નહીં રહી શકે કારણ કે તેમની પસંદ અને નાપસંદ સંપૂર્ણ અલગ છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ