સુસંગતતા


વાઘ – અશ્વ સુસંગતતા

વાઘ પતિ + અશ્વ પત્ની

આ બંનેની જોડી ઘણી યોગ્ય અને સુસંગત ગણવામાં આવે છે. તેઓ બંને મિલનસાર અને શક્તિશાળી હોય છે. વાઘ રાશિનો પતિ સિદ્ધાંતોને વળગી રહેતો હોવા છતાં અશ્વ રાશિની પત્ની બહુ સરળતાથી વ્યવહારુ લક્ષ્ય પ્રત્યે તેમના પ્રયત્નો વાળે છે. આ જોડીમાં પતિ તેની પત્નીની કુશાગ્ર બુધ્ધિની કદર કરે છે કારણ કે તેની પત્ની જ તેને વધુ લાભદાયી બાબતો તરફ ખેંચી જાય છે. બંનેમાંથી કોઈપણ માલિકીભાવ રાખતા નથી. પતિ જ્યારે ખુશ હોય ત્યારે તે ખૂબ જ લાગણીશીલ હોય છે જ્યારે પત્ની પોતાના પતિની અસાતત્યતા સહન કરવા માટે સમાધાનકારી વલણ અપનાવે છે.

અશ્વ પતિ + વાઘ પત્ની

આ બંને પાત્રોમાં એકસમાન કહી શકાય તેવી ઘણી બાબતો હોય છે. સમાન સંતોષ અને ધૈર્ય, ઉત્સાહ અને પ્રેરણાત્મક દ્રષ્ટિકોણના કારણે તેઓ બંને એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા રહે છે. પત્નીના આકર્ષક વ્યક્તિત્વના કારણે પતિ હંમેશા તેના તરફ ખેંચાયેલો રહે છે જ્યારે પતિના આનંદી, ઉત્સાહપૂર્ણ અને આત્મવિશ્વાસભર્યા વ્યક્તિત્વના કારણે પત્ની તેના તરફ હંમેશા આકર્ષાયેલી રહે છે. આ જોડીમાં પતિ-પત્ની બંને ખૂબ જ આનંદી, મળતાવડા અને કામણગારા હોય છે. ઘરને એકદમ સારી રીતે ચલાવવા માટે જરૂરી નાણાં અશ્વ રાશિમાં જન્મેલો પતિ કમાઈ શકે છે જ્યારે વાઘ રાશિની પત્ની ખૂબ જ સારી ગૃહિણી સાબિત થાય છે. તેમનામાં ઘણી બાબતોએ સામ્યતા હોવાથી તેમની મહત્વાકાંક્ષાઓમાં પણ સમાનતા જોવા મળે છે આથી આ જોડી ઘણું આરામદાયક અને સુખમય જીવન ગાળી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ