સુસંગતતા


વાઘ – ડ્રેગન સુસંગતતા

વાઘ પતિ + ડ્રેગન પત્ની

આ જોડીમાં પતિ -પત્ની બંને ખૂબ જ શક્તિશાળી, હિંમતવાન અને સાહસિક હોય છે પરંતુ તેઓ એકબીજાને દબાવવાની વૃત્તિ ખૂબ જ ધરાવે છે તેના કારણે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં તેમની પ્રારંભિક ઝુંબેશ જ અધૂરી રહી જાય છે અને બંનેમાંથી કોઈ પોતાનું કામ પૂરું કરી શકતા નથી. તેઓ બંને સ્વભાવે વર્ચસ્વ ધરાવવાની વૃત્તિ વાળા હોય છે અને તેઓ એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રાખશે તેમ જ જે રીતરિવાજો છે તેનો સ્વીકાર કરશે ત્યારે બંને સાથે રહી શકશે.

ડ્રેગન પતિ + વાઘ પત્ની

આ જોડી ઘણી સક્રિય જોડી છે. અહીં પતિ-પત્ની બંને મિલનસાર અને વધારે પડતા સક્રિય છે.જો તેઓ બંને એકબીજાની અવકાશ અને સ્વતંત્રતા માટેની જરૂરિયાતો સમજે તો એક બીજાના પૂરક બની શકે છે. વાઘ રાશિની પત્ની તેના પતિને આદર આપી શકે છે પરંતુ તે પોતાની ઓળખને વળગી રહે છે જ્યારે પતિ તેની પત્નીને તાબે કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તે મુશ્કેલીઓમાં ઘેરાઈ શકે છે. તેઓ બંને ખૂબ જ ઝડપથી ગુસ્સે થનાર પાત્રો છે અને બંનેમાંથી કોઈપણ જો તેમના સંબંધમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે તો સામેની વ્યક્તિ પ્રતિકાર કરશે. જો તેઓ પારસ્પરિક શાંતિ અને સમતુલન જાળવી રાખે તો તેમનો સંબંધ સુખરૂપી મીઠાં ફળ આપનાર સાબિત થશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ