સુસંગતતા


વાઘ – શ્વાન સુસંગતતા

વાઘ પતિ + શ્વાન પત્ની

આ બંને રાશિમાં જન્મેલા પતિ-પત્નીની જોડી ઘણી આદર્શજોડી સાબિત થઈ શકે છે કારણ કે તેઓ બંને સમજદાર, આકર્ષક અને સ્નેહભાવ ધરાવતી રાશિઓ છે.વાઘ રાશિમાં જન્મેલો પતિ ખૂબ જ ધૈર્યવાન અને જીવનને માણનાર હોય છે જ્યારે શ્વાન રાશિની પત્ની માયાળુ અને મદદની ભાવના ધરાવે છે. શ્વાન રાશિની પત્ની વ્યવસ્થિત વિચારસરણી ધરાવે છે અને વાઘ રાશિમાં જન્મેલા તેના પતિને ઘણી સારી સલાહ આપી શકે છે. પતિ તેની પત્નીના પ્રેમભાવની કદર કરે છે અને પત્ની ક્યારેય તેના પતિ પર ભાવનાત્મક દબાણ લાવતી નથી. વાસ્તવિકતા એ છે કે તેઓ બંને એકબીજાની જરૂરિયાત પ્રત્યે સતર્ક હોય છે. તેમની વચ્ચે ઘણો સુમેળભર્યો સંબંધ સ્થપાય છે.

શ્વાન પતિ + વાઘ પત્ની

આ જોડીમાં બંને સ્વભાવે આદર્શવાદી અને એક સરખો કરૂણાભાવ ધરાવનારા છે. અહીં પતિ વાઘ રાશિમાં જન્મેલી ઉત્સાહી અને ક્રોધી પત્નીની સરખામણીએ વધારે નિર્લેપ અને દરેક બાબતની છણાવટ કરનારો હોય છે. આ કારણે પત્ની જ્યારે ભાવુક કે બેદરકાર બની ગઈ હોય તેવા સંજોગોમાં તેને વધુ સારી રીતે સલાહ આપવાની સ્થિતિમાં હોય છે. પતિ ઘણો ચતુર અને પૂર્વગ્રહ વગરનો હોય છે અને તે પોતાની પત્નીની લાગણીઓને કોઈપણ પ્રકારે ઠેસ પહોંચાડ્યા વગર જ તેને ઉચિત વલણ અપનાવવા માટે મનાવવા સક્ષમ હોય છે. પત્ની પોતાને ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે ઉપરાંત તે ઘણી સમર્પિત અને વિશ્વાસપાત્ર હોય છે અને પતિને તેની પત્નીના આ ગુણો જ ગમે છે. આ ઉપરાંત પત્નીનો આશાવાદી અભિગમ તેમના દાંપત્યજીવનને વધારે ઉત્સાહિત બનાવે છે. આ કારણે પતિ-પત્ની બંને એકબીજા સાથે ખૂબ અનુકૂળતાથી રહી શકે છે. આ જોડી ખૂબ જ સુસંગત છે અને બંને એકબીજા માટે પોતાની રીતે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ