સુસંગતતા


વાઘ – ડુક્કર સુસંગતતા

વાઘ પતિ + ડુક્કર પત્ની

આ જોડીને સુસંગત કહી શકાય કારણે બંને નિસ્વાર્થપણે અને પોતાનો લાભ જોવાના બદલે બીજાના ધ્યેયો પાર પાડવા માટે કામ કરે છે. પત્ની તેના પતિના ધ્યેયો માટે મજબૂતપણે પોતાની જાતને સમર્પિત કરી દે છે જ્યારે વાઘ રાશિનો પતિ તેની શક્તિ અને ખંતની કદર કરે છે. જો કે, તે મહત્વાકાંક્ષી અને વફાદાર હોવા છતા તે વાઘ રાશિના પતિને વધુ ભૌતિકવાદી બનાવી દે છે કારણ કે તે પોતે આરામદાયક જીવન અને સારી વસ્તુઓ ખૂબ પસંદ કરે છે. પ્રેમની બાબતે બંને ઉત્કટ હોય છે અને એકબીજાની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપે છે. હળવા મતભેદો સાથે તેઓ ભેગા રહીને ખૂબ સારી રીતે જીંદગીનો આનંદ માણી શકે છે.

ડુક્કર પતિ + વાઘ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હોવાથી તેમના સંબંધો સંતોષકારક રહેશે. બંને સમર્પિત, આક્રમક અને વિશાળ દ્રષ્ટિકોણ ધરાવનાર છે અને બંને એકબીજા માટે ખૂબ સારી રીતે આધારરૂપ બની શકશે. આ રાશિમાં જન્મેલો પતિ ઘણો લાગણીશીલ અને સહાનુભૂતિવાળો હોવાથી તેની પત્નીના ધૂની અને તરંગી સ્વભાવ સાથે સારી રીતે મનમેળ બેસી શકે છે. બીજી તરફ વાઘ રાશિમાં જન્મેલી પત્નીને પણ લાગે છે કે તેનો પતિ હંમેશા તેની સાથે જ જોડાયેલો રહે છે અને તે નિઃસ્વાર્થ ભાવનો છે. પત્ની પોતાને ઝડપથી આવતા ગુસ્સાથી ઘણી વખત પસ્તાવો કરે છે અને ખાસ કરીને જ્યારે તેના ગુસ્સાનો વળતો પ્રતિસાદ શાંતિથી મળે અને તેનો વિરોધ ન થાય. જ્યારે ડુક્કર રાશિનો પતિ પત્નીને તેના રમૂજી સ્વભાવથી રીઝવે ત્યારે પત્ની બધી વાતની સ્પષ્ટતા કરી દે છે. આ કારણે જ પત્ની તેના પતિની ઈચ્છા મુજબ વર્તન કરશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.