સુસંગતતા


સાપ – કૂકડો સુસંગતતા

સાપ પતિ + કૂકડો પત્ની

આ જોડીમાં બંને હોંશિયાર, કાવતરાબાજ અને પરર્ફોર્મન્સ લક્ષી રાશિઓ હોવાથી નાણાંની અછત હોય તો પણ રોમાન્સ માણવા ગમે તે રીતે પોતાના ખીસ્સામાં રોકડા રૂપિયા અને હાથમાં સત્તા મેળવવાનું વધુ પસંદ કરે છે. આ રાશિની પત્ની ઘણી સારી ગૃહિણી હોય છે જ્યારે પતિ આર્થિક વ્યવહારોમાં ખૂબ બુધ્ધિથી કામ કરે છે. તેઓ સત્તા અને પ્રતિષ્ઠા મેળવવાના ભૌતિકવાદી સપનાઓ વિષે એકબીજાને જણાવે છે. સાપ રાશિમાં જન્મેલો પતિ તેની પત્નીના ચંચળ સ્વભાવને સાંખી લેવા માટે સક્ષમ હોય છે. પત્ની પણ એ વાતથી ખુશ રહે છે કે તેનો પતિ અમુક સમયે પોતાની ઈચ્છા પ્રમાણે પણ જીવે છે. તેમની વચ્ચેનો સંબંધ ઘણો ફળદાયી સાબિત થાય છે અને તેઓ જીવનભર બૌદ્ધિક અને આધ્યાત્મિક સંબંધોથી પરસ્પર બંધાયેલા રહી શકે છે.

કુકડો પતિ + સાપ પત્ની

આ જોડી ઘણી સાધનસંપન્ન અને સુખી હોઈ શકે છે. ઉત્સાહી અને નીડર પતિ તેની પત્નીના જીવન પરત્વેના ગંભીર દ્રષ્ટિકોણને ઉત્સાહમાં ફેરવે છે અને તેના જુસ્સામાં વધારો કરે છે. બંને ઘણા હોંશિયાર હોય છે પરંતુ તેમના વ્યક્તિગત રસ્તાઓ અલગ અલગ છે. પત્ની ઘણી શાંત, આત્મનિરીક્ષક અને ગણતરીબાજ હોય છે જ્યારે પતિ વધુ પડતો ઉત્સાહી હોય છે અને સતત આશાવાદમાં જીવે છે. આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાની ક્ષતિઓ અંગે પ્રતિક્રિયા આપવાની તક પૂરી પાડે છે અને તેમના સંબંધોમાં સમતુલન જાળવી રાખે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ