સુસંગતતા


સાપ – શ્વાન સુસંગતતા

સાપ પતિ + શ્વાન પત્ની

આ જોડીમાં સાપ રાશિમાં જન્મેલા પતિ સત્તા પાછળ ભાગે છે પરંતુ તે પોતાના નિર્ણયો લેવામાં ઘણો શાંત અને સ્વસ્થ હોય છે જ્યારે પત્ની પ્રેમાળ, વફાદાર અને આકર્ષક હોય છે. તેઓ એકબીજાની પ્રસંશા કરે છે પરંતુ પત્ની પોતાના સિદ્ધાંતોના ભોગે પતિને સહકાર આપવા તૈયાર થતી નથી. પતિ તેની પત્ની તરફથી સંપૂર્ણ વફાદારી ઈચ્છે છે અને માને છે કે મહત્વનું લક્ષ્ય સાધવું હોય તો ખોટા રસ્તે જવું પડે તો પણ જવાય. બંને પોતપોતાના વિશ્વાસમાં દ્રઢ હોય છે. પત્નીને જો લાગે કે પતિ કંઈક ખોટું કરી રહ્યો છે તો તેમની વચ્ચે ઘર્ષણના સંજોગો પણ ઊભા થઈ શકે છે. પતિને હંમેશા લાગે છે કે પોતાને મળતી તકોનો શા માટે વધુમાં વધુ લાભ ન લેવો જોઈએ અને તેને એ પણ નથી સમજાતું કે તેની પત્નીની લાગણી શા માટે દુભાઈ જાય છે. પત્ની વધુ પડતી ભૌતિકવાદી ન હોવાથી તેને સમજાતું નથી કે શા માટે તેનો પતિ સત્તા અને સંપત્તિ પાછળ આટલો દોડતો રહે છે. એકબીજા પ્રત્યેના આ વાંધા તેમના દાંપત્ય જીવનની સુખશાંતિ ડહોળી શકે છે.

શ્વાન પતિ + સાપ પત્ની

આ જોડીમાં પતિ ઘણો સંતુલિત અને વિશાળ માનસિકતા ધરાવે છે પણ તેમ છતા તે ઘણી વખત પત્નીના ગૂઢ વ્યવહારને સમજી શકતો નથી. પત્નીના મનમાં તેના પતિ પ્રત્યે પૂરતો આદરભાવ હોય છે પરંતુ તે ઘણી ભૌતિકવાદી અને આદર્શવાદી હોય છે. પત્નીના આ વલણને પચાવવું પતિ માટે ઘણું મુશ્કેલ છે. બંને એકબીજાને સંપૂર્ણપણે આનંદિત કરી શકે તેવા ગુણોનો તેમનામાં અભાવ જોવા મળે છે પરંતુ તેઓ સારું દાપત્યજીવન જીવવા માટે એકબીજાને સહન કરી શકે તેટલા વાસ્તવવાદી તો છે જ.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ