સુસંગતતા


સાપ – ડુક્કર સુસંગતતા

સાપ પતિ + ડુક્કર પત્ની

સાપ રાશિમાં જન્મેલા પતિમાં વિપુલ પ્રમાણમાં ઈચ્છાશક્તિ અને આત્મબળનો ભંડાર છુપાયેલો હોય છે જ્યારે ડુક્કર રાશિની પત્ની આનંદી અને મળતાવડા સ્વભાવની હોય છે. જો કે પતિને લાગે છે કે તેની પત્ની ભવિષ્યમાં તેની કારકિર્દીમાં તેને મદદ નહીં કરે કારણ કે તે અન્ય લોકો સાથે સમાધાનભર્યું વલણ રાખવામાં માને છે. પતિ સ્વભાવે ગૂઢ અને આધુનિક હોય છે અને ઘણી ઊંડી સૂઝ ધરાવતો હોય છે જ્યારે પત્ની ઘણી સરળ હોય છે અને સામાન્ય અભિપ્રાયના પ્રભાવમાં બહુ આસાનીથી આવી જાય છે. પતિને લાગે છે કે તેની પત્ની તેના માટે ખાસ લાભદાયી નથી અને તેના મગજમાં જે કંઈપણ ચાલે છે તે તેની પત્ની સમજી શકતી નથી. પતિ મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે અને તેની પત્નીની વફાદારીમાં વધુ પડતો વિશ્વાસ નથી કરતો. તેમના બંનેના વ્યક્તિત્વ એકબીજાથી ઘણા વિરુદ્ધ હોવાથી તેઓ એકબીજાને ખુશી આપી શકે નહીં.

ડુક્કર પતિ + સાપ પત્ની

સાપ રાશિની કલાપ્રિય પત્ની ડુક્કર રાશિમાં જન્મેલા પતિના પ્રમાણિક પરંતુ સામાન્ય અને સરળ રીતભાતને સાંખી શકતી નથી. પતિને તેની પત્ની વધુ પડતી જટિલ અને ગૂઢ સ્વભાવની લાગે છે. આ જોડીમાં સ્વભાવે પત્ની વધુ પડતી વ્યવહારદક્ષ , આધુનિક દ્રષ્ટિકોણવાળી અને બુદ્ધિશાળી સાબિત થાય છે. જ્યારે પતિ વિશ્વાસપાત્ર અને મૂર્ખામીભર્યો લાગે છે. પત્નીને તેના પતિનો નિખાલસ અને નરમ સ્વભાવ પસંદ નથી. તેથી તે પતિથી દૂર રહેવાનું પસંદ કરે છે. પતિને પણ તેની પત્ની ઘણી ઠંડા સ્વભાવની લાગે છે અને તેનો દરેક વાતનું પિંજણ કરવાનો સ્વભાવ ગમતો નથી. બંને એકબીજાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડશે અને સદગુણોની પણ કદર નહીં કરે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ