સુસંગતતા


ઘેંટુ – કૂકડો સુસંગતતા

ઘેંટું પતિ + કુકડો પત્ની

આ જોડીમાં પતિ ઘણો માયાળુ સ્વભાવનો હોય છે અને કોઈપણ કામમાં ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરે છે જ્યારે પત્નીને બીજાના જીવનમાં ડોકિયું કરવાનું ખૂબ ગમે છે. પતિ નકારાત્મક વલણ ધરાવતો સ્વાર્થી હોય છે જ્યારે પત્ની પૉઝિટીવ વલણ ધરાવતી અને મિલનસાર હોય છે. પત્નીનો ઉત્સાહી અને બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો સ્વભાવ તેના ભાવુક પતિના મનમાં ભય ઊભો કરી શકે છે. પતિને લાગે છે કે તેની પત્ની તેની પસંદગીઓ બાબતે તીવ્ર ગમા અણગમા ધરાવે છે.જ્યારે પત્નીને લાગે છે કે તેનો પતિ વધુ પડતો લાગણીશીલ હોવાથી તેની સાથે કોઈપણ કામ લેવું અઘરૂં બની જાય છે.તેમના દ્રષ્ટિકોણ ઘણી બધી બાબતે જુદા પડે છે અને કદાચ આ કારણે એકબીજા પ્રત્યેના બંનેના વર્તનમાં અનેક અવરોધો જોવા મળી શકે છે.

કૂકડો પતિ + ઘેંટું પત્ની

મજબૂત મનોબળ ધરાવતો પતિ તેની ઈચ્છા પ્રમાણેનું કામ કરવા અને તેમાં ઉત્કૃષ્ટતા લાવવા સુધીની ધીરજ ધરાવતો હોય છે. પત્ની ઘણી માયાળુ અને પરાવલંબી હોય છે. આ જોડીમાં પતિ તેની પત્નીની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ પત્નીની પોતાની જાત પર દયા ખાવાના અને આત્મવિશ્વાસનો અભાવ ધરાવતા અને કોઈ પણ બાબતને ગંભીરતાપૂર્વક ન લેવાના સ્વભાવને તે સહન નથી કરી શકતો. તે પોતાની પત્નીની નાજુક લાગણીઓ કરતાં વાસ્તવિકતાનો સામનો કરવાનું વધુ સરળ માને છે. પત્ની તેના પતિના પૉઝિટીવ વિચારોને સમજી શકે છે તેમ છતાં તેને પોતાનો પતિ વધુ પડતો ઠંડો, ગણતરીબાજ અને ચોક્કસાઈ પર ધ્યાન આપનારો લાગે છે. પતિ જો તેની પત્નીને વારંવાર ઠપકા આપ્યા કરતો હોય તો તે એ પ્રકારની પત્ની હોય છે જે બેગ ભરીને તેના પીયરમાં જતી રહે છે. આ જોડીમાં સહનશક્તિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ