સુસંગતતા


ઘેંટુ – મૂષક સુસંગતતા

ઘેંટું પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને અમુક હદ સુધી જ સુસંગત રહી શકે છે અને આ સમયમાં તેઓ એકબીજાને ખૂબ સારો સાથ અને હૂંફ આપી શકે છે. પત્ની સંખ્યાબંધ પ્રશ્નો કરે છે અને સખત મહેનત કરવા માટે સક્ષમ હોય છે. પતિ તેની પત્નીને વધારે પરેશાન કર્યા વગર શક્ય એટલો સરળ રસ્તો અપનાવે છે કારણ કે તેની પત્ની પહેલેથી જ મહેનતુ હોય છે. પત્ની નાણાંની બચત કરવામાં માને છે જ્યારે પતિને ખર્ચા કરવાનું પસંદ છે. પત્ની ઘણી સજાગ, વ્યવહારુ અને સંતુલિત દિમાગની હોય છે જ્યારે પતિ ઘણો હોંશિયાર હોવા છતા ભાવુક અને કેટલાક સંજોગોમાં આળસુ પણ થઈ જાય છે. પત્ની જ્યારે ખૂબ જ પરેશાન થઈ જાય ત્યારે ભૂલો શોધવાનું શરુ કરી દે છે. આવા સમયે પતિને પત્ની સાથે કામ લેવું અઘરૂં પડે છે. આ સંબંધમાં પતિ-પત્ની બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકતા ન હોવાથી તેમની વચ્ચે સુમેળ રહે તેવી શક્યતા નથી.

મૂષક પતિ + ઘેંટું પત્ની

મૂષક રાશિમાં જન્મેલા પતિ વધુ વ્યવહારુ અને મહત્વાકાંક્ષી હોય છે જ્યારે ઘેંટુ રાશિમાં જન્મેલી પત્નીને ખૂબ જ લાગણીભર્યા લાડપ્યાર પસંદ છે. તેમના વિરોધાભાસી વ્યક્તિત્વના કારણે તેઓ કેટલીક વાસ્તવિકતાઓ સ્વીકારવા તૈયાર ન થવાથી ઘણી વખત સામસામે આવી જાય છે. મૂષક રાશિમાં જન્મેલા પતિને પોતાની પત્ની વધુ ખર્ચાળ હોય તેમ લાગે છે જ્યારે પત્નીને તેમનો પતિ વધુ ભૌતિકવાદી અને કપટી હોય તેમ લાગે છે. તો વારંવાર એકબીજાની સામસામે ન થવા છતાં તેમના મનમાં રહેલો દ્વેશભાવ લાંબા ગાળે સુખી લગ્નજીવનને હાનિ પહોંચાડી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ