સુસંગતતા


ઘેંટુ – સસલું સુસંગતતા

ઘેંટુ પતિ + સસલું પત્ની

આ જોડી ખૂબ જ સુસંગત કહી શકાય. હોંશિયાર અને વિચિત્ર સ્વભાવની સસલું રાશિની પત્ની જો તેના પતિને પ્રોત્સાહિત કરવાની જવાબદારી ઉપાડે તો તે પોતાના પતિને ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ બની શકે છે. પત્ની ઘણી નરમ સ્વભાવની અને ભાવુક હોય છે તો સાથે સાથે તે ઘણી હોંશિયાર અને સારી નિર્ણયશક્તિવાળી પણ હોય છે જ્યારે પતિ ખૂબ જ ઉદાર અને લાગણીશીલ હોય છે. પત્ની તેના પતિને કામકાજ માટે અનુકૂળ પરિસ્થિતિ અને વાતાવરણ પૂરું પાડી તેને સહકાર આપશે અને પતિ આ સહકાર બદલ તેની પત્નીનો આભાર વ્યક્ત કરશે. બંને એકબીજાની માંગણીઓ અને જરૂરિયાતો અંગે સભાન છે. આ યુગલ સાથે રહીને જીવનમાં પ્રેમ અને ખુશીઓથી પણ કંઈક વિશેષ મેળવી શકે છે.

સસલું પતિ + ઘેંટું પત્ની

આ જોડીમાં બંને લગભગ એક સરખા જ સ્વભાવના છે. સસલા રાશિનો પતિ ઘેંટા રાશિની પત્નીના માયાળુ અને ભાવુક સ્વભાવથી ખુશ રહે છે તો પત્નીને પણ તેનો પતિ એટલો જ માયાળુ, ચતુર અને તેમના નિર્ણયો લેવામાં હોંશિયાર હોવાનું લાગે છે. પત્નીને તેના પતિમાં વિશ્વાસ હોવાથી પતિને પોતે મહત્વ ધરાવતો અને સ્થિર હોવાનો અનુભવ થાય છે. આ જોડીમાં પતિ ઘણો સારો શ્રોતા હોય છે અને પત્નીને તેના પતિની સક્રિય પ્રવૃત્તિઓ કરતા તેની કરુણા અને સલાહની વધુ જરૂર રહે છે. આ જોડીમાં પતિ-પત્ની બંને આદર્શવાદી અને ધૈર્યવાન હોવાથી ખૂબ સારી રીતે દાંપત્યજીવન માણી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ