સુસંગતતા


ઘેંટુ – વાનર સુસંગતતા

ઘેંટુ પતિ + વાનર પત્ની

ઘેંટુ રાશિમાં જન્મેલા પતિ માટે વાનર રાશિની પત્ની ઘણી જટિલ અને સ્વાર્થી સ્વભાવની હોવાથી તેમની વચ્ચે લાગણી કે આકર્ષણ હોતું નથી. આ રાશિનો પતિ દરેક બાબતે નમતું જોખતો હોવાથી તેની પત્નીની કુશળતા અને કલાત્મકતાના કારણે તે વ્યથિત થઈ જાય છે. પત્ની તેની ગમે તેટલી સારી સંભાળ લેતી હોવા છતાં તે પત્ની તરફથી વધતી જતી માંગણીઓ સહન કરી શકતો નથી. આ રાશિમાં જન્મેલી પત્ની ઘણી હોંશિયાર અને ચાલાક હોય છે અને તેના પતિની કોઈ ખામી જાણી ગયા બાદ તેની નબળાઈને જ તેની તાકાત બનાવવાનો પ્રયત્ન કરે છે. પતિ ઘણો નિષ્ઠાવાન, કુશળ અને ભાવનાશીલ હોવા છતાં આ ગુણો વાનર રાશિની પત્ની માટે ખાસ ગણનાપાત્ર નથી કારણ કે તે ઘણી હોંશિયાર અને કપટી હોય છે.

વાનર પતિ + ઘેંટું પત્ની

આ જોડીમાં પત્નીને સારી ગૃહિણી બનવાનું ખૂબ પસંદ છે પરંતુ તે પતિ સમક્ષ સંખ્યાબંધ માંગણીઓ કરે છે. પત્નીની કાળજી લેવાની વૃત્તિ અને તેના લાગણીશીલ સ્વભાવના કારણે પતિ ઘણો ખૂશ રહે છે પરંતુ તેમ છતા તેને પત્નીમાં સારી બાબતો કરતા ખામીઓ વધારે દેખાય છે. બીજીતરફ જોઈએ તો પત્ની પણ તેના પતિના કરકસરિયા અને ગણતરીબાજ સ્વભાવના કારણે તેમજ તેના તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન ન આપતો હોવાથી તેન સાથે બરાબર રહી શકતી નથી. આ જોડીમાં ઘેંટુ રાશિમાં જન્મેલી પત્નીને ગેરલાભ જ થશે, જ્યારે પતિ તેની પત્નીના માયાળુ સ્વભાવનો ગેરલાભ ઉઠાવશે. તેઓ બંને અલગ અલગ સ્તરના પાત્રો છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ