સુસંગતતા


ઘેંટુ – ડ્રેગન સુસંગતતા

ઘેંટુ પતિ + ડ્રેગન પત્ની

આ જોડીને સાધારણ સુસંગત કહી શકાય. પત્નીના બુધ્ધિચાતુર્ય અને વર્ચસ્વભર્યા વલણના કારણે પતિ મંત્રમુગ્ધ બની જાય છે પત્ની તેના પતિની નિષ્ઠા અને માયાળુ સ્વભાવથી ઘણી ઉત્સાહિત રહે છે. બીજી રીતે જોઈએ તો પત્નીના અસામાન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાં તેનો સાથ આપવા માટે આ રાશિમાં જન્મેલા પતિનો સ્વભાવ ઘણો ઠંડો(નરમ) પડે છે. પત્નીને તેનો પતિ જાણે ખૂબ જ સરળ અને અંતર્મુખી હોય તેમ લાગે છે. જોકે પત્ની સહનશક્તિની હદ વટાવીને પણ તેને સ્વીકારે છે. તેમના સંબંધોમાં અંતે તો બંનેની કસોટી જ થાય છે.

ડ્રેગન પતિ + ઘેંટું પત્ની

આ જોડીને સફળ બનાવવા માટે પતિ-પત્ની બંનેના સહકારની ખૂબ જરૂર પડે છે તેમ જ આ જોડી ખાસ આકર્ષક કહી શકાય નહીં. આ જોડીમાં પતિ મિલનસાર અને સ્વાશ્રયી હોય છે જ્યારે પત્ની ભાવુક અને મિજાજી હોય છે. પત્નીને ગૃહસ્થી પસંદ હોય છે અને પારિવારિક જીવનનું મૂલ્ય તેના માટે વધુ છે જ્યારે પતિને વધુ પડતા ગૃહસ્થ બનવાનું પસંદ હોતું નથી. પત્ની વાતવાતમાં રડવા લાગે છે અને તેને આશ્વાસન આપી તેને શાંત કરવી અને ઈચ્છાઓ પૂરી કરવી પતિ માટે મુશ્કેલ થઈ પડે છે. આ જોડીમાં પતિ ઘણો મહત્વાકાંક્ષી અને દ્રઢ નિશ્ચયી હોય છે જ્યારે પત્ની ભાવનાત્મક અને ક્રિએટીવ હોય છે. પતિ તેની પત્નીને મુશ્કેલીના સમયમાં મદદ કરવાની વૃત્તિ ધરાવતો હોય છે પરંતુ જો પત્નીને મદદ મેળવવાની કાયમી આદત થઈ જાય તો પતિને તે ગમતું નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ