સુસંગતતા


કૂકડો – સસલું સુસંગતતા

કુકડો પતિ + સસલું પત્ની

આ જોડીમાં પતિ કે પત્ની બંને એકબીજામાં પોતાનો આદર્શ પ્રેમ જોઈ શકતા નથી. તેઓ બંને એકબીજાની નિરાશાવાદી લાક્ષણિકતાઓથી ગુસ્સે થતા હોવાથી તેમના વ્યક્તિત્વ એકબીજા સાથે ઘર્ષણ પામે છે. પતિ આખાબોલો, ખૂબ ચીવટવાળો,કોઈની ભૂલ જતી ન કરનારો અને આકરી ટીકા કરવામાં પાવરધો હોય છે. આ જોડીમાં પત્ની ઘણી કલાપ્રેમી હોય છે પરંતુ તે બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં ક્યારેક ચીવટપૂર્વક કામ કરવા માટે ઈચ્છુક હોતી નથી. પતિના સખત મહેનતુ અને સહાનુભૂતિ વગરના વલણના કારણે પત્નીને તે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. પત્ની તેના પતિ સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા બહુ ઉત્સુક હોતી નથી. પતિનું આવું અસંસ્કારી વર્તન ઈરાદાપૂર્વકનું નથી હોતું પરંતુ તે જીવવા માટે સહાનુભૂતિ અને માયાળુ વર્તન ઈચ્છતી પત્નીનું મન દુભાવ્યા વગર નથી રહી શકતો.

સસલું પતિ + કુકડો પત્ની

સસલાની રાશિમાં જન્મેલા પતિને કોઈ લાડ કરે કે પંપાળે તે ખૂબ પસંદ હોય છે જ્યારે કૂકડો રાશિમાં જન્મેલી તેની પત્ની ઘણી નિખાલસ પોતાના પતિની અસહજ માંગણીઓ પર પૂરતું ધ્યાન આપવા માટે સક્ષમ હોય છે. બંને ઘણા હોંશિયાર હોય છે પરંતુ ધૂની સ્વભાવના હોય છે. આ જોડીમાં પતિ જ્યારે મૌન અવસ્થામાં ચિંતામાં ડૂબેલો હોય ત્યારે પત્ની તેના પતિની ખામીઓની યાદી તૈયાર કરી તેને જગજાહેર કરે છે. તેઓ એકબીજા માટે ખૂબ અનિચ્છનિય કાર્યો કરે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ