સુસંગતતા


કૂકડો – અશ્વ સુસંગતતા

કુકડો પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને વારંવાર એકબીજાની આમને-સામને આવી શકે છે કારણ કે બંને ગરમ મિજાજી છે તેથી તેમની વચ્ચે સુસંગતતા થવાની આશા રાખી શકાય નહીં. ત્રાસદાયક પરંતુ સ્વભાવે સરળ પતિ તેની પત્નીની ખર્ચાળ જીવનશૈલી અને હવાઈ કિલ્લા બાંધવાની આદતની ટીકા કરશે. પરંતુ પત્ની એટલી વધુ પડતી ઊંચી જીવનશૈલી અને ઝાકઝમાળમાં રહેવાનું પસંદ કરે છે કે જેથી તેના પતિના મનમાં જે સરળ અને સાદી સીધી જીવનશૈલીની રૂપરેખા છે તેમાં અનુકૂળ થવું તેના માટે અઘરું છે. પતિ મનમાં ભલે મોટાં ભવ્ય સપનાં કે વિચારો સેવતો હોય પરંતુ તેની વ્યૂહરચના એકદમ ચોક્કસ અને ભરોસાપાત્ર હોય છે.પત્ની તેના ધ્યેયો અંગે ભલે વ્યવહારુ અભિગમ રાખતી હોય પરંતુ ધ્યેયો મેળવવાની તેની પદ્ધતિનો અંદાજ લગાવી શકાતો નથી તેમ જ તેની પદ્ધતિઓ ખૂબ તરંગી પ્રકારની હોય છે. પતિ તેની પત્નીના તરંગી વિચારોને સમજી શકતો નથી જ્યારે પત્ની પણ તેના પતિના બીબાંઢાળ રોજિંદા વ્યવહારમાં અનુકૂળ થઈ શકતી નથી અને નક્કર વાસ્તવિકતાઓ માટે તે પોતાની કલ્પનાઓને દબાવી શકતી નથી.

અશ્વ પતિ + કુકડો પત્ની

આ એક ભિન્ન જોડી હોવા છતાં ક્યારેક ઘણી સફળ સાબિત થઈ શકે છે.પતિ ઘણો વાચાળ અને કૌશલ્ય ધરાવનાર હોય છે જ્યારે પત્ની નિખાલસ, હોંશિયાર અને ઉત્સાહી હોય છે. પતિ કોઈપણ કામની શરૂઆત ઘણી ઉત્સાહપૂર્ણ રીતે કરે છે પરંતુ તેનાથી કંટાળી ગયા બાદ અધવચ્ચે જે તે કામ પડતું મુકે છે. કોઈપણ કામમાં નિષ્ઠાના અભાવના કારણે પત્નીને તેના પતિ પ્રત્યે હંમેશા ફરિયાદ રહે છે પરંતુ તે કોઈપણ રીતે કામ પૂરું કરી નાખે છે. પતિ ઘણો બુદ્ધિશાળી હોય છે અને પત્ની દ્વારા થતી કોઈપણ ટીકાને દિલ પર લેતો નથી. જો કે તે પત્નીના ભાષણને વધુ સમય સુધી સાંભળતો નથી. પતિ ઘણો ઉદ્યમી અને ખંતીલો હોય છે જ્યારે પત્ની એક કુશળ વહીવટકર્તા સાબિત થાય છે. જો તેઓ પોતાની જોડીને ઘણી સુસંગત સમજતા હશે તો તેઓ ક્યારે ય એકબીજાની ટીકા-ટીપ્પણીથી અપમાનની ભાવના અનુભવશે નહીં.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ