સુસંગતતા


કૂકડો – શ્વાન સુસંગતતા

કૂકડો પતિ + શ્વાન પત્ની

શિષ્ટ અને સંસ્કારી વિચારો ધરાવતી આ બંને રાશિઓમાં પતિપત્ની બંને પ્રામાણિક અને આત્મવિશ્વાસુ હોય છે. બંને બોલવામાં પણ ઘણા આખાબોલા હોય છે. પતિ જો તેની પત્નીની કોઈ ખામી વિશે બોલવાનું શરુ કરે તો પત્ની ખૂબ શાંતિપૂર્વક તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ કરીને તેનો પ્રતિસાદ આપે છે. બંને ક્રોધી સ્વભાવના હોવાથી તેઓ વારંવાર એકબીજાની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. બંનેમાંથી કોઈ એક જો હથિયાર હેઠાં મુકવા જેટલી સમજદારી દાખવે તો જ તેમનું દાંપત્યજીવન સુખમય રહી શકશે.

શ્વાન પતિ + કુકડો પત્ની

આ જોડીના સંબંધો કોઈ વિશેષતા વગરના સામાન્ય રહેશે. બંને ઘણા બુદ્ધિશાળી અને સરળ છે પરંતુ એકબીજાની નબળાઈઓના કારણે ઝડપથી બંનેને એકબીજાનો મોહભંગ થઈ શકે છે. તેઓ બંને એકબીજા માટે સખત મહેનત કરે છે પરંતુ આ જોડી તેમની અંદર રહેલા એકબીજાને અસ્વીકાર્ય હોય તેવા ગુણો પ્રગટ કરે છે તેથી તેઓ એકબીજાની સાથે મનમેળથી રહી શકતા નથી. આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાથી સહેજ પણ વિરુદ્ધ જાય ત્યારે ખૂબ ઝડપથી ગુસ્સે થઈ જાય છે અને તુરંત ઝઘડો કરવાના મૂડમાં આવી જાય છે. શ્વાન રાશિમાં જન્મેલો પતિ ઠંડા મિજાજનો અને ઝડપથી ન ઉશ્કેરાય તેવા સ્વભાવનો હોય છે. કુકડો રાશિમાં જન્મેલી પત્ની ઘણી નિષ્ઠાવાન અને પ્રામાણિક હોય છે પરંતુ તે પતિના વિચારો સાથે સહમત ન થતી હોવાથી શ્વાન રાશિનો પતિ ઘણી વખત અસ્વસ્થતા અનુભવે છે. આ રાશિની પત્ની તેના પતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે તેવી પ્રતીતિ પતિને કરાવે છે, જો કે પતિ ક્યારેય તેને તાબે થતો નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ