સુસંગતતા


મૂષક – કૂકડો સુસંગતતા

મૂષક પતિ + કૂકડો પત્ની

આ બંને રાશિમાં જન્મેલા પુરુષ અને સ્ત્રી સારા દંપતી તરીકે સાથે રહી શકતા નથી. મૂષક રાશિનો પતિ હંમેશા ઈચ્છે છે કે તેની પત્ની પોતાની જેમ માયાળુ અને લાગણી પ્રદર્શિત કરવાવાળી હોય. જો કે કૂકડો રાશિમાં જન્મેલી પત્નીને તે પસંદ કરે તો તે એવી પત્ની છે જે વધુ પ્રેમાળ હોવાના બદલે શંકાશીલ છે જે વર્તન મૂષક રાશિના પતિને જરાય પસંદ હોતું નથી. અન્ય રીતે જોઈએ તો કૂકડો રાશિમાં જન્મેલી અને માત્ર પોતાનો વિચાર કરતી પત્ની હંમેશા ઈચ્છે છે કે મૂષક રાશિનો પતિ તેની જરૂરિયાતો પ્રત્યે વધુ જવાબદાર હોય. આ રાશિની પત્નીને હંમેશા લાગે છે કે તે પતિની ખામીઓ દર્શાવે ત્યારે તેને ઠપકો મળવાના બદલે તેના વખાણ થવા જોઈએ.

કુકડો પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પતિ વિનમ્ર અને આદર્શવાદી છે જ્યારે પત્ની પોતાના એક અલગ અંદાજમાં પ્રેરણાત્મક, વ્યવહારુ અને બુધ્ધિશાળી છે. આ જોડીમાં વર્ચસ્વ જમાવવા માંગતો પતિ જડ અને બીજાને લાંબા ભાષણો આપનારો હોય છે જ્યારે પત્ની સાધનસંપન્ન અને બાહોશ હોવાથી તેના પતિની કોઈપણ વાત પર આંધળો વિશ્વાસ મુકી તેને સ્વીકારી લેતી નથી. જ્યારે તે વાંકમાં હોય ત્યારે ખૂબ જ સજાગ રહે છે. પત્ની અંતઃસ્ફુરણાથી જાણે છે કે તેના પતિમાં સંવેદનશીલતા અને ધગશનો અભાવ છે અને તે પોતાના જીવનસાથીમાં આવા જ ગુણો પસંદ કરે છે. તેઓ બંને એકબીજાને ઈરાદાપૂર્વક ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોવાથી આ જોડીને આદર્શ દંપતી ન ગણી શકાય.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ