સુસંગતતા


મૂષક – ડ્રેગન સુસંગતતા

મૂષક પતિ + ડ્રેગન પત્ની

મહત્વાકાંક્ષી મૂષક પતિ અને સાહસવૃત્તિ ધરાવતી ડ્રેગન પત્ની એક પરિપૂર્ણ દંપતીનું ઉદાહરણ હોય છે. અને હકીકત એ છે કે તેઓ એક સરખા સમજદાર, ધૈર્યવાન, આશાવાદી અને ઈચ્છાશક્તિવાળા હોવાથી તેમનું ભાવિ ઘણું ઉજળું બને છે. તેઓ એક બીજાને પૂરતો અવકાશ અને સ્વતંત્રતા આપે છે. આ કારણે તેમના પરસ્પર સંબંધોમાં સમજણ અને વિશ્વાસ વધે છે. જો કે ડ્રેગન રાશિની પત્ની જો વધારે પડતી યુક્તિ પ્રયુક્તિઓ કરે તો ક્યારેક તેમના સંબંધો પર અસર પડી શકે છે.

ડ્રેગન પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પતિને તેની પત્નીની વફાદારી અને ઉલ્લાસભર્યું દ્રષ્ટિબિંદુ સ્પર્શી જાય છે. પત્ની તેના પતિના તમામ આદર્શોને અનુસરે છે. આ જોડીમાં પતિ વિશાળ દિલનો પરંતુ પત્ની કરકસરવાળી અને ગણતરીબાજ હોય છે. આ કારણે પતિ જ્યારે ખૂબ નાણાં કમાઈને તે વાપરે છે ત્યારે પત્ની કરકસરથી પૈસા બચાવીને અમુક રકમ મુશ્કેલીના સમય માટે સાચવીને મૂકી દે છે. મૂષક રાશિમાં જન્મેલી પત્ની મળતાવડી અને આનંદી હોય છે પરંતુ હંમેશા તે જીવનમાં પતિના હાથ નીચે જ રહેવામાં સંતોષ માને છે. એકંદરે આ જોડી સુસંગત કહી શકાય.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ