સુસંગતતા


સસલું – બળદ સુસંગતતા

સસલું પતિ + બળદ પત્ની

સસલાની રાશિમાં જન્મેલો પતિ ઘણા નરમ સ્વભાવનો, ચતુર અને બીજાના વિચારો તેમજ મંતવ્યો આવકારનાર હોય છે. બળદ રાશિની પત્ની તેના વ્યવહારદક્ષ અને દુનિયાદારી ધરાવનાર પતિની લાગણીઓ કે સહાનુભૂતિને સમજી શકતી નથી. બીજી તરફ આ જોડીમાં પતિ વધુ લોભી, વિલાસી અને ઘમંડી હોય છે જ્યારે પત્ની વ્યવહારુ, વફાદાર અને સ્વયંશિસ્ત ધરાવનાર હોય છે. જો તેઓ પોતાના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા ઈચ્છતા હોય તો તેઓ એકબીજાના ગુણોના પૂરક ખૂબ સારી રીતે બની શકે છે.

બળદ પતિ + સસલું પત્ની

આ જોડીમાં પત્નીને તેનો પતિ ઘણો સરળ, સીધો, નિરભિમાની અને વિશ્વસનીય લાગે છે જ્યારે પતિને પોતાની પત્ની જૂથપ્રિય, કાળજી લેનાર અને સંપૂર્ણ સ્ત્રી સૌંદર્ય ધરાવતી લાગે છે. પરંતુ બળદ રાશિનો પતિ સ્વભાવે ઘણો કડક હોય છે અને ઘણી અપેક્ષાઓ રાખતો હોય છે અને પત્નીની અવ્યવસ્થિતતાના કારણે તેનો દોષ પણ કાઢી શકે છે. જો કે પત્ની તેના પતિના ગુસ્સા સામે વિનમ્રતાભર્યું વલણ રાખે છે. જો કે તેઓ એકબીજાને જાણવા માટે બંને સજાગતાપૂર્વક પ્રયત્ન કરે અને થોડું સમાધાનપૂર્વકનું વલણ અપનાવે તો તેમના દાંપત્યજીવન માટે લાભદાયી નીવડી શકે છે. છેવટે તો, લગ્નજીવનમાં પ્રયત્નોનું ઘણું મૂલ્ય હોય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ