સુસંગતતા


સસલું – ડ્રેગન સુસંગતતા

સસલું પતિ + ડ્રેગન પત્ની

આ જોડીમાં ડ્રેગન રાશિની પત્ની ઉત્સાહી, આનંદી અને આત્મસંયમ ધરાવનારી હોય છે જ્યારે પતિમાં ક્ષમતાઓ હોય છે પરંતુ તે ચાલાક અને ખૂબ અંતર્મુખી હોય છે. પત્ની તેના પતિનો જુસ્સો વધારવા સક્ષમ હોય અને તેને પોતાના ધ્યેયો પર વધુ ધ્યાન આપવા માટે તૈયાર કરી શકે છે પરંતુ સસલું રાશિના પતિ તેની પત્નીમાં છુપાયેલી બૌદ્ધિક કુશળતાની કોઈ જ કદર કરતા નથી. પત્ની વર્ચસ્વ ધરાવતી ભૂમિકા ભજવે છે પરંતુ પતિ તેને ધ્યાન પર લેતો નથી કારણ કે તેને ખબર છે કે તેની પત્ની છેવટે તો તેની પાસે સલાહ માગવા આવવાની જ છે. સસલું રાશિનો પતિ કામકાજમાં કુશળ અને માયાળુ સ્વભાવનો હોય છે અને તેની પત્ની આ બંને ગુણો ઘણી સારી રીતે સમજી શકે છે. આ જોડી ઘણી વ્યવહારુ અને પૉઝિટીવ છે.

ડ્રેગન પતિ + સસલું પત્ની

આ જોડમાં પત્નીને તેના પતિના સાહસ અને બહાદુરીની જરૂર છે જ્યારે પતિ તેની પત્નીની ક્ષમતા અને મૈત્રિભાવ પર મદાર બાંધે છે. પતિ ઘણો શક્તિશાળી અને નિખાલસ હોય છે જ્યારે પત્ની હોંશિયાર અને સરળ સ્વભાવની હોય છે. પત્ની તેના પતિ માટે આરામદાયક અને આર્ટિસ્ટિક સુશોભનવાળું ઘર બનાવે છે. પત્ની કોઈપણ સ્થિતિમાં વધારે અનુકૂળ થવા તૈયાર હોય છે પરંતુ થોડી ધૂની હોય છે જ્યારે તેનો પતિ તેની ખૂબ પ્રેમથી કાળજી લે છે. જો તેઓ પારસ્પરિક નજીવી તકરારોની તેમના સંબંધો પર અસર ન પડવા દે તો આ જોડી ઘણી સુસંગત ગણી શકાય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.