સુસંગતતા


બળદ – વાઘ સુસંગતતા

બળદ પતિ + વાઘ પત્ની

બળદ રાશિમાં જન્મેલા પુરુષો વધુ વ્યવસાયિક સિધ્ધિ અને સફળતા પર વધુ ધ્યાન આપે છે જ્યારે વાઘ રાશિની સ્ત્રી વધુ ઘમંડી હોય છે. પુરુષ નિરાભિમાની અને સ્થિર હોય છે જ્યારે સ્ત્રીને આવો પતિ વધુ પડતો સાદો અને નિરસ પ્રકૃતિનો લાગે છે. વાઘ રાશિમાં જન્મેલી પત્નીને પોતાની અવગણના થઈ હોવાનું લાગે તો તે ઘણી ગુસ્સે થઈ જાય છે જ્યારે બળદ રાશિનો પતિ નાની નાની બાબતોમાં પત્નીના ગુસ્સાને ધ્યાનમાં લેશે નહીં. એકંદરે તેઓ મોટાભાગે જુદી જુદી દિશામાં જશે. પત્ની પોતાની ભાવનાઓ વ્યક્ત કરે તો આ રાશિના પુરુષને આશ્ચર્ય થાય છે. પત્ની પણ પોતાના પતિના ઠંડા વર્તનથી થોડી નિરાશ થઈ વધુ સારા કે હૂંફ આપનારા જીવનસાથીનું સપનું સેવે છે.

વાઘ પતિ + બળદ પત્ની

આ દપંતિ શરૂઆતથી જ ભંગાણના સંકેત આપે છે. તેમના સ્વભાવ પરસ્પર સાવ વિરુદ્ધ હોય છે તેમ કહી શકાય. વાઘ રાશિના પતિનો સ્વભાવ બળવાખોર અને વિચિત્ર હોય છે જ્યારે બળદ રાશિની પત્ની રૂઢિવાદી હોય છે અને પોતાને સર્વોપરી માનનારી હોય છે. બંને સ્વભાવે ખૂબ જ હઠીલા હોય છે અને બંને વચ્ચે એવી કોઈ સામાન્ય બાબત નથી જેના પર તેમનો સાથ લાંબો સમય ટકી શકે. તેથી તેમની જોડી સફળ થાય તેવી શક્યતાઓ શોધવી ઘણી મુશ્કેલ છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ