સુસંગતતા


બળદ – સાપ સુસંગતતા

બળદ પતિ + સાપ પત્ની

આ જોડી ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારી હોય છે અને તેઓ હંમેશા ખુશી અને સુમેળ સાથે રહેવાનુ પસંદ કરે છે. તેઓ બંને આશાવાદી હોય છે ઉપરાંત સાપ રાશિની પત્ની વધુ ભૌતિકવાદી હોય છે અને તેની જીવનશૈલી ઘણી વૈભવી હોય છે. બળદ રાશિના પતિ દ્વારા મળતી સુવિધાઓથી તે વૈભવી જીવનશૈલીનો આનંદ માણે છે. બળદ રાશિના પુરુષને સાપ રાશિની પત્ની આર્થિક વ્યવહારમાં ઘણી હોશિયાર અને વધુ વ્યવસ્થિત લાગે છે. આ પુરુષ તેની પત્ની માટે મુખ્ય સહારો બનીને રહે છે અને તેની પત્ની જ તેના માટે ખુશીઓ અને આનંદનો સ્ત્રોત હોય છે.

સાપ પતિ + બળદ પત્ની

બંનેનો સ્વભાવ કાળજીભર્યો હોય છે અને તેઓ ઘણી બધી પસંદ નાપસંદ ધરાવતા હોય છે. જીવનસાથી તરીકે એકબીજાની પસંદગી બદલ તેઓ બંને ખુશ રહે છે. તેઓ બંને વ્યવહારુ અને વિવેકી હોય છે તેમ જ સમાન માન્યતાઓ ધરાવે છે. આ જોડીમાં પતિ જિદ્દી અને હોંશિયાર હોય છે જ્યારે પત્ની પરિવાર અને ઘરની બાબતોમાં ઘડાયેલી, વ્યવસ્થિત અને સતર્ક હોય છે. કટોકટીના સમયમાં તેઓ એકબીજા પર આધાર રાખી શકે છે. આ જોડીમાં પતિ બળદ રાશિમાં જન્મેલી પત્નીને ગુપ્ત કે મહત્વપૂર્ણ બાબતો જણાવે છે કારણ કે આ રાશિની પત્ની ખૂબ સારી રીતે ગુપ્તતાને જાળવી શકે છે અને પોતાના પતિના મુશ્કેલીના સમયમાં તેના માટે એક આધારસ્તંભ બનીને ઊભી રહે છે. તેઓ સાથે મળીને આનંદભર્યા ભવિષ્યને પામી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ