સુસંગતતા


બળદ – ઘેંટુ સુસંગતતા

બળદ પતિ + ઘેંટુ પત્ની

આ જોડીમાં પત્ની તેના પતિ માટે ઘરમાં હંમેશા સુંદર અને ઉષ્માભર્યું વાતાવરણ રાખી શકે છે જ્યારે પતિ તેની પત્નીની વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. આ રાશિનો પતિ હંમેશા વ્યવહારુ અને ધૈર્યવાન હોય છે જ્યારે પત્ની ભાવુક અને ચંચળ હોય છે. તેનો અસરકારક અર્થ એવો થાય કે પતિ નાણાં કમાય છે અને પત્ની ઉડાવે છે. તેઓ ઘણા વિરોધાભાસી હોય છે. બળદ રાશિનો પતિ મક્કમ અને કૃતનિશ્ચયી હોય છે જ્યારે ઘેંટુ રાશિ ધરાવતી પત્ની નરમ અને ચિંતાતુર હોય છે. જો કે દરેક વખતે પુરુષ સમાધાનકારી વલણ અપનાવનાર નથી હોતો કારણ કે અન્ય લોકો પાસેથી તે ઊંચી અપેક્ષાઓ ધરાવતો હોય છે તેથી આવા સમયમાં તેની પત્ની ઉદાસ થઈ શકે છે. જીંદગી ફૂલોની પથારી જેવી આનંદદાયક કે માત્ર ખુશીઓથી ભરેલી નથી હોતી તે કદાચ બંને સારી રીતે સમજી શકે છે.

ઘેંટુ પતિ + બળદ પત્ની

આ જોડીમાં પતિ કેળવાયેલો,ધીરજવાળો તેમ જ જીવનમાં મોજમજાને પ્રાધાન્ય આપનારો હોય છે. પત્ની તેના પતિ અને પરિવારનું પૂરતુ ધ્યાન રાખતી હોવા છતા તેના પતિની કેટલીક વિચિત્ર માંગણીઓ તેને નથી ગમતી. પતિએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસોથી જે કંઈપણ કર્યું હોય તેના વખાણ થાય તેવી તેની ઈચ્છા રહે છે. પત્ની શિસ્ત અને નિયમોના પાલન બાબતે ઘણી ચુસ્ત હોવાથી પતિને પોતાના અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરે છે. પત્ની ઘણી મક્કમ અને નિશ્ચયી હોવાથી તે પોતાના સમયનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે જ્યારે પતિ ઘણો મૂડી સ્વભાવનો હોય છે અને કોઈપણ કામ શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જુએ છે. પત્નીને તેના પતિના આવા ઢીલા વલણ સાથે અનુકૂળ થવું ઘણું મુશ્કેલ લાગે છે.આ જોડીને સફળ થવા માટે બંને પક્ષે ખૂબ અનુકૂળતાઓ સાધવી પડે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ