સુસંગતતા


બળદ – ડ્રેગન સુસંગતતા

બળદ પતિ + ડ્રેગન પત્ની

આ જોડીનું દાંપત્યજીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે અને પરિપૂર્ણ દંપતીની વ્યાખ્યાથી તેઓ ઘણા દૂર હોય છે. બળદ રાશિના પુરુષ તેના દ્રષ્ટિકોણને વળગી રહે છે તેમ જ કોઈપણ બાબતમાં ચોકસાઈના આગ્રહી હોય છે જ્યારે ડ્રેગન રાશિની પત્ની હંમેશા બધામાં પોતાનું વર્ચસ્વ જમાવવા અને આગળ રહેવા માટે પ્રયત્નશીલ હોય છે. બળદ રાશિનો પુરુષ હંમેશા સફળતા ન મળવા છતા શાંત રહેવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેની પત્ની અવ્યવહારુ અને ઉદ્ધત સ્વભાવની હોય છે. ડ્રેગન રાશિની પત્ની વધુ પડતી ચંચળ અને મુક્ત પ્રકૃતિની હોવા છતા તેમ જ પતિ-પત્ની વચ્ચે ઘણા મતમતાંતરો હોવા છતા આ રાશિની પત્ની તેના આનંદી સ્વભાવના કારણે પોતાના પતિને ખુશ રાખવાની ક્ષમતા ધરાવે છે. આ જોડીમાં પતિ હંમેશા એકાંતમાં રહેવાનું અને બેદરકારીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે, પત્ની હંમેશા મિલનસાર બની સમાજમાં રહેવાનું પસંદ કરતી હોવાથી તેમના સંબંધો પર અસર પડી શકે છે. બંનેનું આત્મબળ ઘણું વધારે છે અને તેમની વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સારા બનાવવા માટે તેમણે એકબીજાના ગુણો જાણવાની અને સમજવાની કોશિષ કરવી જોઈએ.

ડ્રેગન પતિ + બળદ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને તેમની ફરજો ખૂબ જ સારી રીતે સમજે છે પરંતુ બંને ખૂબ જીદ્દી હોવાથી આ ગુણ તેમની વચ્ચે ભંગાણનું કારણ બની શકે છે. પતિ પોતાના નામ અને ખ્યાતિ માટે કામ કરે છે જ્યારે પત્ની વધુ ભૌતિકવાદી હોય છે. પતિ વધારે નાણાં ન કમાઈ શકે તો પત્નીનો વ્યવહાર રૂક્ષ બની જાય છે અથવા પતિ પ્રત્યે ઉદાસીનતા ભર્યું વલણ અપનાવે છે. પતિ સાહસિક અને મળતાવડો હોય છે જ્યારે પત્ની વધુ પડતી રૂઢિચુસ્ત હોઈ શકે છે. પતિને પ્રેમ અને લાગણીની જરૂર છે જ્યારે પત્ની કદાચ ઉષ્મા વગરની અને કંટાળાજનક હોઈ શકે છે. આ જોડીમાં પતિ-પત્નીએ ઘણી બાબતોએ અનુકૂળ થવું પડે છે. પરંતુ જો તેઓ એકબીજાને અનુકૂળ થવામાં સફળ થાય તો તે ઘણી ગર્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ