સુસંગતતા


વાનર – સાપ સુસંગતતા

વાનર પતિ + સાપ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાની નબળાઈઓ ખુલ્લી પાડવાનો પ્રયત્ન કરે છે. પતિ ઘણો આનંદી, મિલનસાર અને ઉદ્યમી હોય છે જ્યારે પત્ની દ્રઢનિશ્ચયી, મહત્વાકાંક્ષી અને આધુનિક વિચારસરણી ધરાવનાર હોય છે. બંને એક જ હોડીમાં મુસાફરી કરી રહ્યા હોવા છતા હંમેશા જીવનમાં પડકારો શોધતા રહે છે અને એકબીજા પ્રત્યે ઈર્ષા તેમજ શંકાશીલ સ્વભાવના કારણે પરસ્પર વિરુદ્ધ જ વર્તન કરે છે. બંનેએ એકબીજાને સુખ આપવું હોય તો તેમણે એકબીજા પ્રત્યે વફાદાર અને સરળ બનવાના ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવા પડશે.

સાપ પતિ + વાનર પત્ની

આ જોડી બિલકુલ સુસંગત ન હોવાથી તેઓ તેમને સુખી દંપતી તરીકે ન જોઈ શકાય. તેમના સંબંધો સંખ્યાબંધ નાની નાની તકરારોથી ભરેલા રહેશે, વળી તેઓ બંને સ્પર્ધાત્મક અને ગણતરીબાજ છે. પત્ની તેના પતિને ખૂબ જ ઝડપથી ગુસ્સે કરી શકે છે અને પતિ ક્યારે ય ક્ષમા આપવાની નીતિ રાખતો ન હોવાથી તેમના સંબંધોની મીઠાશ પર તેની અસર પડશે. પત્ની ઘણી સ્વાર્થી અને લાગણીહીન હોય છે, તે પતિ કરતા પણ વધારે કમાવવા માટે સક્ષમ હોય છે. પતિ પણ એટલો જ કાવતરાખોર અને મહત્વાકાંક્ષી હોય છે અને તે પોતાની શરતો પર પત્નીને રહેવા માટે મજબૂર કરે છે.આમ બંને વચ્ચે સતત શ્રેષ્ઠતા સાબિત કરવાની હોડના કારણે તેમની વચ્ચે ઊભા થતા ઘર્ષણના કારણે અંતે તેમના સંબંધો ભાંગી પડે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ