સુસંગતતા


વાનર – કૂકડો સુસંગતતા

વાનર પતિ + કૂકડો પત્ની

હંમેશા ભવિષ્યનું જ વિચારનારા આ બંને પાત્રો વધુ પડતા હોંશિયાર હોવાથી તેઓ એકબીજાને સહકાર આપવાના બદલે તેમની વચ્ચે ઝઘડાના પ્રસંગો વધુ બને છે. પતિ ઈચ્છે છે કે તેનું કામ કોઈપણ પ્રકારના અવરોધો કે દોડધામ વગર જ પૂર્ણ થઈ જાય. આ ઉપરાંત તે પોતાની જન્મજાત આવડતોના કારણે ગર્વ અનુભવે છે. પત્ની ઘણી ધાંધલ કરનારી હોય છે પરંતુ તે ઘણી કુશળ પણ હોય છે અને તેના પતિની ખામીઓ તેને બતાવી શકે છે. તેઓ એકબીજાની ધીરજની કસોટી કરે છે. પત્નીના દલીલબાજીવાળા સ્વભાવને પતિ લાંબો સમય સુધી સહન કરી શકતો નથી જ્યારે પત્નિને તેનો પતિ વધુ પડતો ઉદ્ધત લાગે છે અને અહંકારમાં તેની સલાહ સાંભળતો નથી તેવું તેને લાગે છે. સંખ્યાબંધ મહત્વના મુદ્દાઓ પર જ્યાં સુધી તેઓ સમાધાનકારી વલણ નહીં અપનાવે ત્યાં સુધી આ જોડી માટે કપરો સમય રહેશે.

કુકડો પતિ + વાનર પત્ની

આ દંપતીમાં પતિ-પત્ની બંને જ્યાં સુધી તેમના જીવનને ખુશ બનાવવા પોતાની પદ્ધતિઓ કે અભિગમ બદલવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તેમના સંબંધોમાં સ્વસ્થતા અને ઉષ્માનો અભાવ રહેશે. વાનર રાશિની પત્નીને બીજા લોકો તેના વિશે શું વિચારશે તે વિચાર્યા વગર બધાની લાગણીઓ દુભાવવાની આદત હોય છે. પતિ તેની પત્નીને આ માર્ગે આગળ વધવા દેવા માગતો નથી. પતિની આવડત અને કરકસરિયા સ્વભાવ કે તેની વાકછટા એક પણ ગુણથી તેની પત્ની પ્રભાવિત થતી નથી. પત્નીમાં બોલવાની અને ગપસપ કરવાની ખૂબ જ સારી કળા હોય છે અને પતિને સલાહ આપવા માટે તે આ કળાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે. આ દંપતીમાં જ્યાં સુધી એકબીજાને મદદ કરવાની ભાવના નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના લાભ ખાટવા માટે એકબીજાના પગ ખેંચવાનું ચુકશે નહીં.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ