સુસંગતતા


વાનર – મૂષક સુસંગતતા

વાનર પતિ + મૂષક પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને એકબીજાના ભલા માટે કંઈક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. પત્ની ઘણી આનંદી સ્વભાવની અને સારી ગૃહિણી બની શકે છે જ્યારે પતિ ઘરની બાબતોનું ઘણું સારું આયોજન કરી શકે છે. પતિના આ ગુણથી પત્ની ગૌરવ અનુભવે છે. પત્ની તેના મોહક પતિને સ્થાયી થવા માટે પ્રેરણા આપી શકે છે જ્યારે પતિ તેની પત્નીને પ્રેમ કરે છે તેમ જ તેના મહેનતુ અને કરકસરિયા સ્વભાવનો આદર કરે છે. તેઓ બંને એકબીજામાં સુમેળ સાધતી લાક્ષણિકતાઓ શોધતા રહેશે અને તેમનું લગ્નજીવન ઘણું સુખદાયી નીવડશે.

મૂષક પતિ + વાનર પત્ની

આ દંપતીમાં સુસંગતતા કે મનમેળનો વિચાર કરવાની કોઈ જરૂર જ નથી કારણ કે પતિ-પત્ની બંને સફળતાના આગ્રહી, ખૂબ તીવ્ર સ્પર્ધામાં માનનારા હોય છે અને બંને હંમેશા એકબીજાને ખૂબ જ મજબૂત સહકાર અને પીઠબળ આપશે. પતિ તેની પત્નીના ચુંબકીય વ્યક્તિત્વથી આકર્ષિત થાય છે જ્યારે પત્ની તેના પતિના જોશીલા સ્વભાવથી પ્રભાવિત થાય છે. પારસ્પિરક ચર્ચાથી કોઈપણ તકરારનો ઉકેલ લાવવામાં તેઓ બંને ઘણા હોશિંયાર હોય છે અને આ કારણે જ તેમનું દાંપત્યજીવન ઘણું સુખમય રહે છે. ક્યારેક તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં જવાનું વિચારે છે પરંતુ એકબીજાની પ્રગતિને રૂંધ્યા વગર તેઓ આગળ વધવાનું પસંદ કરે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ