સુસંગતતા


વાનર – સસલું સુસંગતતા

વાનર પતિ + સસલું પત્ની

આ જોડીમાં પતિ ધ્યાનાકર્ષક પર્ફૉર્મર હોવા ઉપરાંત આશાવાદી અને મૌલિક વિચારો ધરાવતો હોય છે.પત્ની મળતાવડી અને સંસ્કારી હોય છે પરંતુ તે અમુક અંશે બાહ્ય દેખાવ પર જ ધ્યાન આપનાર હોય છે. બંને પોતાના લક્ષ્ય હાંસલ કરવા બાબતે સ્વાર્થી હોય છે અને તેમના લક્ષ્યને જ વળગી રહે છે. વાનર રાશિનામાં જન્મેલા પતિને સતત અભિપ્રેરિત રાખવા માટે તેના પર સતત ધ્યાન આપવું પડે છે અને તેની સતત કદર કરવી જરૂરી છે. સસલું રાશિમાં જન્મેલી પત્નીને સક્રિય રહેવાના બદલે એકાંત વધુ પસંદ છે. પતિને જ્યારે કોઈપણ વિવાદાસ્પદ ઘટના બને ત્યારે ખૂબ જ આનંદ આવે છે અને તેની વાત સાથે કોઈ સહમત ન થાય તો તેને જરાપણ ગમતું નથી. જીવનમાં બંનેના દ્રષ્ટિકોણ અલગ અલગ હોવા છતા તેઓ વ્યવહારૂ હોવાથી બંને એકબીજા માટે અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે.

સસલું પતિ + વાનર પત્ની

તેમની વચ્ચેના સંબંધો ખાસ ઉષ્માભર્યા હોતા નથી. આ જોડીમાં પત્ની વધુ પડતી આત્મવિશ્વાસુ અને પોતાની સિદ્ધિઓ પર ગૌરવ લેનારી હોય છે જ્યારે પતિ સંભવતઃ ગભરાયેલો કે શરમાળવૃત્તિનો હોય છે. પત્ની તેના પતિની નર્વસનેસ અને સપનામાં રાચવાના સ્વભાવની ઉપેક્ષા કરે છે. તેઓ બંને એકબીજાના ઈરાદાઓ સમજવાની સુઝ ધરવાતા હોવાથી એકબીજાની જિંદગીમાં ડોકિયું કરે છે ત્યારે તેમને કોઈપણ બાબત વધુ પડતી ઉત્સાહપૂર્ણ લાગતી નથી. બંને એટલા સ્વાર્થી હોય છે કે જ્યાં સુધી તેમના સંબંધમાં કોઈ ફાયદો ન દેખાય ત્યાં સુધી એકબીજાને મદદ કરવા પણ તૈયાર થતા નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ