સુસંગતતા


અશ્વ – સાપ સુસંગતતા

અશ્વ પતિ + સાપ પત્ની

આ રાશિમાં જન્મેલા યુગલને લગ્ન માટે સલાહ ન આપી શકાય કારણ કે બંને માનસિક રીતે ઘણા સક્રિય અને વધુ પડતા વ્યવહારુ સ્વભાવના હોય છે. જો કે અહીં પુરુષ ઘણો આનંદી સ્વભાવનો હોય છે અને તેને સ્વતંત્રતા જોઈએ છે તેમ જ તે વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે ઈચ્છુક હોય છે. જ્યારે સ્ત્રીને પરિવર્તન ગમતું નથી. તેમ જ પતિની બેદરકારી અને ઘમંડી સ્વભાવને સ્વીકારતી નથી. સાપ રાશિમાં જન્મેલી પત્ની ઘણી જિદ્દી અને ભેદી હોય છે તેમ જ તેના પતિના ગમા-અણગમાનું ખૂબ જ ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખે છે. તેમ જ પતિની પસંદ કે નાપસંદ વધુ મહત્વપૂર્ણ હોવાનું કદાચ નથી પણ વિચારતી. જો આ જોડીને સફળ બનાવવી હોય તો બંનેએ એકબીજાની ઘણી કાળજી લેવી પડશે તેમ જ એકબીજાની જરૂરિયાતો અંગે ખૂબ વિચાર પણ કરવો પડશે.

સાપ પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને જીવનપ્રત્યે સંપૂર્ણપણે વિરોધાભાસી અભિગમ ધરાવે છે. પતિ ઘણો કાળજીવાળો, માયાળુ અને મજબૂત આત્મબળ ધરાવતો હોય છે જ્યારે પત્ની સાહસિક અને ઉતાવળિયો સ્વભાવ ધરાવે છે. પતિને તેની પત્ની ઘણી ઝડપી લાગે છે અને તેની ઝડપ સાથે ભાગ્યે જ કદમ મિલાવી શકે છે જ્યારે પત્નીને તેના પતિની કોઈપણ બાબતે ઉંડાણપૂર્વક જાણકારી મેળવવાની અને ચિંતનશીલ વૃત્તિ જરા પણ પસંદ હોતી નથી. આ જોડી બંનેમાંથી કોઈના પણ માટે સંતોષકારક પરિણામ આપી શકતી નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ