સુસંગતતા


અશ્વ – ઘેંટુ સુસંગતતા

અશ્વ પતિ + ઘેંટું પત્ની

ઘેંટુ રાશિમાં જન્મેલી પત્ની સ્વભાવે નાજુક, સંવેદનશીલ અને કરુણાવાળી હોય છે. અહીં પુરુષ આનંદી સ્વભાવનો હોય છે અને તેના વ્યવહારુ સ્વભાવને કારણે તેમના દાંપત્યજીવનમાં રમૂજવૃત્તિનો સંચાર થતો રહેશે. પતિ ઘણો બિન્દાસ સ્વભાવનો હોઈ શકે છે અને તે જો પોતાની પત્નીને તેની સમસ્યાઓ ઉકેલવા માટે સરળ માર્ગો બતાવે અને તેમના દાંપત્યજીવનને હંમેશા જીવંત રાખે તો પત્ની પણ ઘણી દયાળુ હોવાથી તેના પતિના સ્વાર્થીપણા પ્રત્યે આંખ આડા કાન કરી શકે છે. પત્ની પોતાના પતિ માટે ઘરમાં ઉષ્માભર્યું અને આનંદમય વાતાવરણ ઊભું કરે છે. તેઓ એકબીજાની લાક્ષણિકતાઓની પ્રસંશા કરી શકતા હોવાથી આ જોડી ઘણી સુખી સાબિત થઈ શકે છે.

ઘેંટુ પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં પરિવારપ્રિય પતિ સ્વતંત્ર મિજાજની અશ્વ પત્ની માટે સ્થિરતાભરી મજબૂત પરિસ્થિતિ ઊભી કરે છે. પતિ તેના આનંદી અને મૈત્રીભર્યા વલણથી ઉદાસ મૂડને સંતુલિત રાખે છે. પત્ની જ્યારે વધુ પડતી સ્વતંત્ર કે અવિચારી જોવા મળે ત્યારે પતિને ઈર્ષા આવે છે અને સંબંધોમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. જો કે પત્ની પતિની હતાશાને ગંભીરતાપૂર્વક લેતી નથી. અશ્વ રાશિમાં જન્મેલી પત્ની નાના-નાના સંકેતોને પણ સમજી શકે તેટલી હોંશિયાર તો હોય જ છે. પતિ ઘણી બધી વિવિધતાઓથી અને તેના મનને અલગ દિશામાં દોરી જાય તેવા વિકલ્પો આપીને તેની બેચેની દૂર કરે છે. આ જોડી ઘણી મજબૂત અને લાંબો સમય ટકી રહેનારી કહી શકાય.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ