સુસંગતતા


અશ્વ – સસલું સુસંગતતા

અશ્વ પતિ + સસલું પત્ની

આ બંને રાશિમાં જન્મેલા પતિ-પત્ની કદાચ સુખમય જીવન પસાર ન કરી શકે કારણ કે તેમના વ્યક્તિત્વમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. પત્ની પોતાની રીતે ઘણી અલિપ્ત, કાળજીવાળી અને નિર્દોષ હોવાથી પતિ ઘણી વખત પરેશાન થઈ જાય છે. એક વખત પતિ સાબિત કરી દે કે તે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે તો તેના પ્રત્યે પત્નીની લાગણી અને નિકટતા વધી જાય છે. જો કે આ રાશિનો પતિ તેના માર્ગમાં કોઈપણ વ્યક્તિને અંતરાયો ઉભા કરવાની તક આપતો નથી,અને પોતાને જે સારું લાગે તેમ જ કરે છે. તે પોતાની જાત અને પરિવાર માટે ઘણું સારું કામ કરે છે પરંતુ સસલું રાશિની પત્ની પોતાને અસલામતીની ભાવનામાંથી બહાર કાઢી શકતી નથી આથી આ જોડી ખુશ રહી શકે નહીં.

સસલું પતિ + અશ્વ પત્ની

આ રાશિમાં જન્મેલ પતિ-પત્નીનું દાંપત્યજીવન સુખમય નીવડશે તેમ કહેવું મુશ્કેલ છે પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ બાબતો પર નજર કરવી જરૂરી છે. આ જોડીમાં પત્ની ઘણી ભાવુક અને અંતઃસ્ફુરણા ધરાવતી હોવાથી તેના પતિની ચિંતનશીલતા અને સંવેદનશીલતાથી કંટાળી શકે છે. પતિને લાગે છે કે તેની પત્ની નાણાં પર વધુ પડતું ધ્યાન આપે છે, બેદરકાર અને અનિયમિત છે. પતિ આરામદાયક અને એકલતાભરી જિંદગી પસંદ કરે છે જ્યારે પત્ની સતત સક્રિય રહેવાનું પસંદ કરે છે. બંને સ્વાર્થી હોય છે અને અંગત પસંદગીઓ પર વધુ ધ્યાન આપનાર હોય છે. આ જોડીમાં બંને એકબીજાને અનુરુપ થવાના પ્રયત્નો ન કરે ત્યાં સુધી તેમનું દાંપત્યજીવન સફળ ન થઈ શકે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ