સુસંગતતા


અશ્વ – બળદ સુસંગતતા

અશ્વ પતિ + બળદ પત્ની

આ જોડીમાં ભાગ્યે જ કોઈ ખુશીનું કારણ શોધી શકાય. આ જોડીમાં બળદ રાશિની વફાદાર પત્ની માટે તેનો પતિ બહુમુખી પ્રતિભાશાળી, બુધ્ધિશાળી અને મળતાવડો સાબિત થાય છે. પતિ હંમેશા વધુ પડતો આનંદી અને ઉત્સાહી રહે છે જ્યારે પત્ની વધુ પડતી ગંભીર રહે છે. પતિને તેની પત્ની ઘણી વફાદાર લાગે છે પરંતુ તેનામાં આંતરિક બાબતો દર્શાવવાની આવડત અને મક્કમતાનો અભાવ હોવાનું લાગે છે. પતિના વધુ પડતા સરળ સ્વભાવ અને મૂડમાં થતા અણધાર્યા પરિવર્તનના કારણે પત્નીને સાથે રહેવામાં અસલામતિ લાગે છે. બીજી તરફ પતિને પણ એમ લાગે છે કે તેની પત્નીમાં રમૂજવૃત્તિનો સદંતર અભાવ છે પોતાની નવરાશનો સમય તેની સાથે વિતાવવો તેના માટે ઘણું અઘરું કામ છે. પત્ની ઈચ્છે છે કે તેનો પતિ વધુ વ્યવસ્થિત અને સારી પર્સનાલિટીવાળો બને. આ બંને પાત્રોમાં કોઈપણ બાબતે સામ્યતા બહુ જ ઓછી જોવા મળે છે.

બળદ પતિ + અશ્વ પત્ની

આ જોડી હંમેશા માટે શાંતિથી કે સુખરૂપ ન રહી શકે તેવી કહી શકાય. અશ્વ રાશિની પત્ની બિન્દાસ અને નિખાલસ સ્વભાવની હોય છે જ્યારે બળદ રાશિનો પુરુષ સખત મહેનતુ અને સ્થિર સ્વભાવનો હોય છે. પુરુષને હંમેશા સ્વચ્છ-ચોખ્ખું અને વ્યવસ્થિત ઘર પસંદ હોય છે જ્યારે સ્ત્રી તેના પતિની માંગણી કે ઈચ્છા પૂર્ણ કરવા માટે ઘણી અસમર્થ સાબિત થાય છે. આ રાશિની પત્નીને પૂરતો અવકાશ જોઈએ છે, જે પતિ સમજી શકતો નથી ઉપરાંત શા માટે તેની પત્ની તેના તરફ પૂરતું ધ્યાન નથી આપતી તે પણ તેની સમજ બહારની વાત છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ