સુસંગતતા


અશ્વ – વાનર સુસંગતતા

અશ્વ પતિ + વાનર પત્ની

બંને ઘણા સમાધાનકારી વલણ ધરાવનારા અને કોઈપણ મુશ્કેલીના સમયમાંથી બહાર આવવા માટે પરિપકવ છે પરંતુ તેમની વચ્ચેની સામ્યતાઓ તેમના જીવનમાં પારસ્પિરક અણગમો ઊભો કરવાનું કારણ બની શકે છે. પતિ વ્યવહારુ અને તકવાદી હોય છે જ્યારે પત્ની કપટી સ્વભાવની હોય છે. પત્ની ઘણી હોંશિયાર અને બહુમુખી પ્રતિભાવાળી હોય છે અને તેના પતિના કુશળતા અને ચતુરાઈભર્યા કાર્યોથી વિચલિત થઈ શકે છે. વાનર રાશિની પત્ની ચતુર અને કપટબાજ હોય છે જ્યારે અશ્વ રાશિમાં જન્મેલો પતિ હાજરજવાબી અને બીજાને પોતાની વાત મનાવવા સક્ષમ હોય છે. તેઓ બંને લુચ્ચાઈથી એકબીજાને વશમાં રાખવાનો પ્રયત્ન કરે છે.

વાનર પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને ચતુર, નિષ્ફિકર અને મિલનસાર સ્વભાવના હોય છે. જો કે તેઓ શાંતિ અને સુમેળથી રહી શકે છે કે નહીં તેનો આધાર તેમની સ્વાર્થવૃત્તિ પર છે. તેઓ બંને પાસે ધીરજનો અભાવ હોય છે અને જો બંનેમાંથી કોઈને પણ લાગશે કે જીવનની દોડમાં તેના સાથીની ગતિ ધીમી છે તો તેઓ સાથે રહી શકશે નહીં. બંનેને સ્વતંત્રતા ગમે છે અને વ્યવહારૂ હોય છે. તેઓ બંને કુશાગ્ર બુધ્ધિ અને સમાન યોગ્યતા ધરાવતા હોવાથી જો તેઓ ઈચ્છે તો સુમેળથી સાથેમળીને કામ કરી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.