સુસંગતતા


અશ્વ – ડ્રેગન સુસંગતતા

અશ્વ પતિ + ડ્રેગન પત્ની

આ જોડી અમુક સંજોગોમાં સુખમય જીવન પસાર કરી શકે છે. અશ્વ રાશિનો પતિ બહુલક્ષી અને બુદ્ધિચાતુર્ય વાળો હોય છે જ્યારે પત્ની હંમેશા કોઈ નવા સાહસો ખેડવા માટેની તકો શોધે છે. પત્ની જો પોતાના કોઈ વ્યવસાય સાથે ન સંકળાયેલી હોય તો તે પતિના વ્યવસાયમાં સામેલ થાય છે. પતિ પોતાની સફળતા કે નિષ્ફળતાનો અંદાજ લગાવવા માટે સમર્થ હોય છે જ્યારે પત્ની તેના પતિને પોતાની વાત મનાવવા માટેની કુનેહ ધરાવે છે અને પતિના લહેરી સ્વભાવ સાથે પણ કામ લઈ શકે છે. બંને ઘણી સાહસભરી જિંદગી માણી શકે છે કારણ કે બંનેમાંથી કોઈપણ ઘરે બેસી રહેવાનું પસંદ કરતા નથી.

ડ્રેગન પતિ + અશ્વ પત્ની

અશ્વ રાશિમાં જન્મેલી પત્ની તેના પતિની ગમે એટલી આવકમાં પણ ઘર ચલાવવા માટે સક્ષમ અને હોંશિયાર હોય છે. જો કે મહેનતુ પતિને હંમેશા લાગે છે કે તેની પત્ની ઘર ચલાવવામાં ઉદાસીન વલણ ધરાવે છે. જો તેઓ શહેરી વિસ્તારમાં રહે અને પત્ની ઘરમાં આર્થિક મદદ કરવા માટે નોકરી કરે તો તેમની વચ્ચેના સંબંધો ઘણા ફળદાયી નીવડી શકે છે. બંનેને પૂરતો અવકાશ મળે તો અપેક્ષા પ્રમાણે રહી શકે છે. ડ્રેગન રાશિમાં જન્મેલા મહત્વાકાંક્ષી પતિને તેની પત્નીનો વ્યવહારુ સ્વભાવ ઘણો ફાયદાકારક લાગે છે જ્યારે પત્ની પોતાના કાર્યોમાં વધુ સક્ષમ થવા માટે કે કાર્યપૂર્તિ માટે તેના પતિનો સહકાર મેળવી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ