સુસંગતતા


ડ્રેગન – સાપ સુસંગતતા

ડ્રેગન પતિ + સાપ પત્ની

વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવનારા આ બંને પાત્રો જો એકબીજાને અનુકૂળ થઈ શકે તો તેમના સંબંધો માત્ર ફળદાયી નહીં પરંતુ ખૂબ જ સુખમય સાબિત થઈ શકે છે. આ જોડીમાં પતિ ખૂબ જ શક્તિશાળી, મનમોજી હોય છે અને વર્ચસ્વ જમાવવાનું તેને ગમે છે જ્યારે પત્ની ઘણી કામુક અને સરળ હોય છે. આ જોડીમાં પતિ હંમેશા કામ અને સફળતાથી પ્રોત્સાહિત હોય છે જ્યારે પત્ની પોતાના ખંત અને સામાન્ય જ્ઞાનનો તેના પતિને લાભ આપી શકે છે. પતિ કોઈપણ કામમાં પોતાની સમજશક્તિના બદલે તેની પત્નીની વેપારી કુનેહનો લાભ મેળવી શકે છે. ઉપરાંત પત્ની તેના ઘરનું બજેટ ખૂબ સારી રીતે જાળવી શકે છે.

સાપ પતિ + ડ્રેગન પત્ની

સાપ રાશિનો પતિ ઘણો પ્રિય લાગે તેવો પરંતુ માલિકીભાવ અને જટિલ માનસિકતા ધરાવતો હોય છે જ્યારે ડ્રેગન રાશિની પત્ની વિશાળ હ્રદયની ઝડપથી ઉશ્કેરાઈ જતી હોય છે. પતિ સતર્ક હોય છે અને ગણતરીપૂર્વક આગળ વધે છે જ્યારે પત્ની તેના પતિને પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરે છે. આ જોડીમાં નાની તકરાર પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે પરંતુ ડ્રેગન રાશિમાં જન્મેલી પત્ની તેના દિલના ઊંડાણમાં એવું ઈચ્છે કે તેની જીંદગીમાં તેના કરતા હોંશિયાર વ્યક્તિ આવે. સાપ રાશિનો પતિ તેની પત્નીના જીવનમાં સ્થિરતા લાવવા ઉપરાંત તેની મહત્વાકાંક્ષી પત્નીની કદર પણ કરે છે. તેઓ બંને સાથે રહીને પોતાના દાંપત્યજીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. આ દંપતી પારસ્પરિક સમજણની બાબતે ઘણું ફળદાયી જોડાણ સાબિત થાય છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ